તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

3 બુટલેટરોને પાસામાં પકડીને વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલ જિ્લલામાં દારૂની અસકમાજીક પ્રવૃતિનેસ્ત નાબુદ કરવા અને પ્રોહિ બુટલેગરો ઉપર પાસા તથા તડીપારની કાર્યવાહી કરવા એલસીબી પીઆઇ ડી.એન.ચુડાસમાનાએ હાલોલ તાલુકાના અભેટવા ગામે રહેતો કિશોરભાઇ સોમભાઇ પરમારનાઓ ભારતીય બનાવટનો દારૂ વેચવાનો તથા હેરાફેરી કરવાનો ગેરકાયદેસર ઘંઘો કરતો હતો. તેની વિરુદ્ધ માં હાલોલ ટાઉન તથા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિના પાંચ ગુના નોધાયેલા હતા.

તેમજ હાલોલના રવાડીયા ગામનો અનિલ ઉફે પીન્ટુ અરવિંદભાઇ પરમારનાઓ દારૂ વેચવાનો તથા હેરાફેરી કરવાના પોલીસ સ્ટેશનમાં પ્રોહિના 3 ગુના રજીસ્ટર થયેલા છે.

ઘોઘંબા તાલુકાના ચેલાવાડ તરીયાવેરી ગામનો બુટલેગર નાનસીંગ ઉર્ફે બકો અલસીંગ રાઠવા દારૂનો ગેરકાયદેરસ ઘંઘો કરીને પાવાગઢ તથા રાજગઢ પો.સ્ટે.માં ચાર ગુના નોધાવેલા છે.

આ ત્રણેય બુટલેગર પાસાના દસ્તાવેજ તૈયાર કરીને જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપતાં જે આઘારે ત્રણેય જણાને પાસા ધારા હેઠળ અટકાયત કરવાનો હુકમ આવ્યો હતો. ગોધરા એલસીબી પોલીસે ત્રણેયને બાતમીના આઘારે પાસા ધારા હેઠળ અટકાયત કરીને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...