તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

181ની ટીમે 15 વર્ષની બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહીસાગર જિલ્લામાં કાર્યરત 181 અભયમ મહિલા હેલફલાઈનમાં ફરજ બજાવતા કાઉન્સિલર મનીષાબેન મકવાણા, કોસ્ટબલ નીલમબેન ચૌધરી તથા પાયલોટ રમેશભાઈ ફરજ પર હાજર હતા તે દરમ્યાન જાગૃત નગરિકનો કોલ આવ્યો હતો કે લુણાવાડા લીલાવતી હોસ્પિટલની બાજુમાં એક 15 વર્ષની છોકરી આમતેમ ફરી રહી છે તો તેની મદદ કરો ત્યારે બાદ 181ની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બાળકીની પુછપરછ કરતા બાળકીએ તેનું નામ સરનામું જણાવ્યું હતું. ઘરે થઈ કેમ ભાગી તેવું 181ની ટીમે પૂછતાં બાળકીએ તેના પપ્પાએ માર્યું હોવાના કારણે ઘરે કોઈ ના હોય એ સમયે નીકળી ગઈ હતી અને લુણાવાડા પોહચી હતી અને 181 ની ટીમ દ્વારા બાળકીને ઘરે જવા માટે સમજવામાં આવતા તેના માતા-પિતા કાકા સહિતના કુટુંબીજનોને બોલાવી બાળકીને સોંપવામાં આવી હતી અને બાળકીના પિતાને કહેવામાં આવ્યું હતું કે દીકરીને ધો.10 ની બોર્ડની પરીક્ષા ચાલે છે જેથી તેને પ્રોત્સાહિત કરી પરીક્ષામાં ધ્યાન આપવા દેજો અને હવે પછી ફરી વાર મારતા નહીં તેમ કહી બાળકીના પરિવારજનો અને કુટુંબીઓને સમજાવી બાળકીને પરિવારને સોંપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો