પાટડી ફુલકી વચ્ચેનો 17 કિમીનો રસ્તો ચિંથરેહાલ

Viramgam News - the 17 km route between the paved cavern is worrisome 080157

DivyaBhaskar News Network

Nov 17, 2019, 08:02 AM IST
પાટડી અમદાવાદને જોડતા પાટડી-ફુલકી વચ્ચેના 17 કિ.મીના રસ્તામાં પાટડી, જરવલા અને નવરંગપુરા ગામ સહિત રસ્તામાં ઠેર-ઠેર કડ અને ગડારા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.આથી લાગતા વળગતા તંત્ર દ્વારા તાકીદે આ રસ્તાનું રીપેરીંગ કામ હાથ ધરાય એવી વ્યાપક માંગ ઉઠવા પામી છે.

પાટડી સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ હોવા છતા પાટડીના વેપારીઓ માટે ખરીદીનું મુખ્ય કેન્દ્ર અમદાવાદ છે. પાટડી તાલુકાનું ખારાઘોઢા અને ઝીંઝુવાડા એ મીઠા ઉદ્યોગનું મોટુ સેન્ટર હોવાથી અહીંથી ટ્રકો દ્વારા મીઠાનું મોટા પાયે ગુજરાતમાં અને છેંક પર પ્રાંતમાં લોડીંગ થતુ હોવાથી પાટડી ફુલકી અને વિરમગામ હાઇવે કાયમ ટ્રાફિકથી ધમધમતો જ રહે છે. આ રોડ પર ઐતિહાસીક વર્ણીન્દ્રધામ મંદિર પણ આવેલું છે. આથી આ રસ્તા પર દર્શનાર્થીઓના વાહનોનો પણ મોટા પાયે ધસારો રહે છે. પાટડી ફુલકી વચ્ચેના 17 કિમીના રસ્તામાં ઠેર-ઠેર કડ અને ગડારા પડી જતા આ રસ્તેથી પસાર થતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. પાટડી, જરવલા અને નવરંગપુરા ગામ પાસેનો રસ્તો ઉબડખાબડ થતા વાહનોના ટાયર ફાટવાના સંખ્યાબંધ બનાવો બને છે. લાગતા વળગતા તંત્ર દ્વારા તાકિદે રીપેરીંગ કામ હાથ ધરાય એવી વ્યાપક માંગ આ રસ્તેથી કાયમ પસાર થતા વાહનચાલકોએ ઉઠાવી છે.

X
Viramgam News - the 17 km route between the paved cavern is worrisome 080157

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી