તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિનોરમાં જલાલીબાવાના 13માં ઊર્સની ઉજવણી થશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

શિનોર નગરમાં જલાલીબાવાના 13માં ઊર્સની શાનદાર ઉજવણી 12-03-2020ના ગુરૂવારના રોજ કરવામાં આવશે. જલાલીબાવાના પુત્ર એવા શમશાદબાપુના અનુયાયીઓ ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ તેમજ લંડનથી મોટી સંખ્યામાં આવનારા હોવાથી તમામ માટે શમશાદબાપુ દ્વારા ખાસ પ્રકારની ભોજન તેમજ રહેવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શિનોર નગરમાં નાની ભાગોળ વિસ્તારાં આવેલા જલાલીબાવાના 13માં ઊર્સની ઉજવણી પ્રસંગે વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. તારીખ 12-03-2020ને ગુરૂવારના રોજ સંદલ અને ઊર્સનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. તારીખ 12-03-2020ના રોજ બપોરે સંદલ નીકળશે. જેમાં સમગ્ર નગરમાં ફરશે અને ફરીને બાવાની દરગાહ જશે. સાંજે ઊર્સ પ્રસંગે ઈશાની નમાજ પછી અસગર અલી બાવાનો તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. વડોદરાથી નિશાન આવશે. અને સમગ્ર નગરમાં ફરશે.

તારીખ 12-03-2020ના રોજ જલાલીબાવાના ઊર્સ પ્રસંગે પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ દ્વારા મફત નેત્ર નિદાન કેમ્પ તેમજ મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌ દર્દીઓને મફતમાં લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

_photocaption_શિનોર નગરમાં જલાલીબાવાનો ઊર્સની પ્રસંગ નિમિત્તે બાવાની દરગાહનો ફોટો. }જગદીશ વાળંદ*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો