તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલ્પેશ ઠાકોરના રાજીનામાથી ઉત્તર ગુજરાતમાં ઠાકોર સેનાના બે ફાડિયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અલ્પેશ ઠાકોરના વિશ્વાસુ અને સૌથી નજીક ગણાતા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાઅે જણાવ્યું કે, અગામી સમયમાં શું કરવું તેનો નિર્ણય અમે રાત્રે બેસીને કરીશું.

પાટણ જિલ્લા ઠાકોર સેનાના પ્રમુખ અને કોર કમિટીના સભ્ય જીબાજી ઠાકોરે જણાવ્યું કે, એક વર્ષથી કોંગ્રેસ દ્વારા કોઇપણ બાબતે સેનાને પૂછપરછ ના કરી ત્રીજા પક્ષ સમાન ગણી અવગણના કરાતી હોઇ કોર કમિટી દ્વારા અલ્પેશજીને કોંગ્રેસ અથવા સેનામાંથી રાજીનામું આપવા કહેવાયું હતું અને સેનાનો આદેશ માની ફકત ધારાસભ્યના હોદ્દા સિવાય કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું એ નિર્ણય આવકાર્ય છે. ગુરુવારે ઠાકોર સેનાની પાટણ ખાતે મિટિંગ કરી કોંગ્રેસ સાથે કરેલું ગઠબંધન તોડવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

તૂટ્યા કાચ અને હૈયા ફરી સંધાતાં નથી
આ તસવીર કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરે 4 એપ્રિલે ફોર્મ ભર્યું તે સમયની છે. પોતે નારાજ નહીંનું બતાવવા જગદીશ ઠાકોરને હસતા ચહેરે ભેટ્યા હતા. પણ આ નારાજગી બુધવારે રાજીનામાથી બહાર આવી ગઇ.

અન્ય સમાચારો પણ છે...