તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠાકોર સેનાના અધ્યક્ષ અને કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ, રાધનપુર ધારાસભ્ય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઠાકોર સેનાના અધ્યક્ષ અને કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ, રાધનપુર ધારાસભ્ય અને લોકસભા ચૂંટણીની સાત કમિટીમાં સ્થાન મેળવનાર અલ્પેશ ઠાકોરે છેવટે કોંગ્રેસ છોડી છે. તેની સાથે ઠાકોર સેના પણ કોંગ્રેસના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, બેચરાજીના ભરતસિંહ ઠાકોરે પણ કોંગ્રેસ છોડી છે,ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું નથી. જો કે, ત્રણેય ધારાસભ્ય ભાજપમાં જોડાયા નથી, પણ અપક્ષ તરીકે કાર્ય કરશે તેમ જણાવ્યું હતું. અલ્પેશ ઠાકોરે એવું કારણ રજૂ કર્યું હતું કે, કોંગ્રેસમાં અપમાન,અવગણના અને વિશ્વાસઘાત થતો હોવાથી કોંગ્રેસ છોડી છે. આ સાથે ચૂંટણીના સમય દરમિયાન કોંગ્રેસમાંથી અગાઉ ચાર અને હવે 3 મળીને કુલ સાત ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. ...અનુસંધાન પાના નં. 5

અન્ય સમાચારો પણ છે...