તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારની ટક્કરે ગાયો ચારતા કિશોરનું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીમખેડા.લીમખેડા તાલુકાના વટેડા ગામે ફાટક ફળિયામાં રહેતો 14 વર્ષીય નરેશ પ્રતાપભાઈ ભાભોર ૧૮મી માર્ચના રોજ ગામમાં જ રસ્તાની બાજુમાં ગાયો ચારી રહ્યો હતો. તે વખતે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે નરેશને અડફેટમાં લીધો હતો. જેથી નરેશને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થઇ હતી. ગંભીર રૂપે ઘાયલ થયેલા નરેશનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ બનાવ અંગે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
અન્ય સમાચારો પણ છે...