તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોડેલી તા.નાં 21 તલાટીઓને ટીડીઓએ નોટિસ ફટકારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડેલી તાલુકાનાં સેજાઓમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ પૈકી 21ને જમીન મહેસુલની વસુલાતની નબળી કામગીરી બદલ નોટિસ આપીને TDOએ કાર્યવાહી કરતાં તલાટીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

બોડેલી તાલુકાની ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી ઓએ મહેસુલ ની વસુલાત માટેની કામગીરી બજાવવાની હોય છે પણ કેટલાક તલાટીઓ છેલ્લા 8 મહિનાથી નહિવત અથવા તો કોઈજ વસુલાતની કામગીરી નથી. ઓગસ્ટ 2018થી માર્ચ 2019 દરમ્યાન 21 તલાટીઓને નબળી કામગીરી બદલ બોડેલી TDO એમ એમ માલીવાડે નોટિસ આપી છે. જેમાં ઘરોલીયા, વાલપરી, સખાન્દ્રા, રાજબોડેલી, ધોળીવાવ, રણભૂન, ગોગડીયા, ઉચાપાન, મોટાકાટવા, બામરોલી, વાજપુર, મોટી બુમડી, વાઘવા, નાની રાસ્કી, ઘેલપુર, લઢોદ, પાણેજ, મોરખલા, સૂર્યા, પીઠા, ખારાકુવાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...