તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીમખેડા તા.પં.ની સામાન્ય સભામાં નરેગાના કર્મચારીઓ વિરુદ્ધ હોબાળો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીમખેડા તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ લતાબેન ભાભોર ની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ઉપપ્રમુખ સરતનભાઈ ડામોર સહિત કુલ ૧૬ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પાંચ સદસ્યો કોઈક કારણસર ગેરહાજર રહ્યા હતા.

સામાન્ય સભામાં તાલુકા પંચાયતના સભ્યો દ્વારા નરેગા યોજનામાં ચાલતી ગેરરીતિ તથા શ્રમજીવીઓના ખાતાના સ્થાને અન્ય લોકોના ખાતામાં નાણાં ચૂકવી દેવાતા હોવાની ગંભીર ફરિયાદો કરવામાં આવી હતી. નરેગા યોજનાના અધિકારી ગેરહાજર રહેતા તાલુકા પંચાયતના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલા હેન્ડપંપ સંદર્ભે સંતોષકારક જવાબ નહીં મળતા તાલુકા પંચાયતના સભ્યોએ આક્રોશ ઠાલવ્યો હતો. તાલુકામાં મંજૂર થયેલા પ્રધાનમંત્રી આવાસ પણ તાત્કાલિક અસરથી પૂર્ણ થાય તે માટે સભ્યો દ્વારા તાકીદ કરવામાં આવી હતી.

યોગેશ શાહ

અન્ય સમાચારો પણ છે...