તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રી ગોવિંદ ગુરુ યુનિ.માં વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે મંત્રી જયદ્રથસિંહ પરમાર સહિત મહાનુભવોની ઉપસ્થિતિમાં કોલેજના વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમા મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

ગોધરામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓને ડિજિટલ ગુજરાત અંતર્ગત NAMO ઇ-ટેબલેટનું વિતરણ મંત્રી જયદ્રથસિંહ પરમાર,સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય સી.કે.રાઉલજી, યુનિવર્સીટીના વાઇસ ચાન્સલર ર્ડો.પ્રતાપસિંહ ચૌહાણ, ઇન.રજી.ડો. અનિલભાઇ સોલંકી, કોલેજના આચાર્યો,અધ્યાપકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની હાજરીમાં કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મંત્રી સહિત મહાનુભવોએ જણાવ્યુ હતુ કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટેબલેટ આપીને સરકારે આંગળીના ટેરવે વિશ્વભરની માહિતી ઉપલબ્ધ કરાવી છે. વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ સરળતાથી મળી શકે અને વિશ્વના વિદ્યાર્થીઓ સમકક્ષ જ્ઞાન મળી શકે તેવી સુવિધા આપી છે. તથા હાલમાં કેન્દ્વ સરકારે લાગુ કરેલા સીટીજનશીપ એમેન્ડમેન્ટ એક્ટ-CAA ના કાયદામાં દેશના કોઇપણ નાગરિકની નાગરિકતા જવાની નથી. અને વિરોધીઓ દ્વારા જુઠાણુ ફેલાવવામાં આવી રહ્યુ હોવાનું જણાવ્યુ હતુ. વધુમાં મીડીયા સેલના કન્વીનર અજયભાઇ સોનીએ જણાવ્યુ હતુ કે સરકાર દ્વારા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન કોલેજના અંદાજીત 8000 વિદ્યાર્થીઓને ટેબલેટોનું વિતરણ કરવામાં આવ્યુ છે.

ગોધરામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે વિદ્યાયાર્થીઓને ટેબલેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. હેમંત સુથાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો