તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરસદમાં શંકાસ્પદ કોંગો ફિવરની આશંકાથી તંત્રમાં દોડધામ મચી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદ તાલુકાના વિરસદ ગામે શંકાસ્પદ કોંગો ફીવરના કારણે યુવકનું મોત નિપજ્યું હતું. જેને ધ્યાને લઈ જિલ્લા આરોગ્ય તંત્ર તેમજ જિલ્લા પશુપાલન વિભાગની ટીમ હરકતમાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા સરવેની કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારબાદ પશુઓના લોહીના નમૂના પુનાની લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલાયા હતાં. અંદાજે 1400થી વધુ પશુઓને રસી અપાઇ ઇતરડીના વાઇરસનું સંક્રમણ થવાને લીધે કોંગોની દહેશત વર્તાઇ રહી છે.

જોકે વિરસદ ગામે અન્ય કોઈ શંકાસ્પદ કોંગો ફીવરના દર્દીઓ ન મળ્યા જાણવા મળ્યું છે. ઈતરડી દ્વારા પશુઓમાંથી માણસમાં સંક્રમણ કરતી ક્રિમીયન કોંગો ફીવરના કારણે મંગળવારે યુવકનું મૃત્યુ નીપજતાં આરોગ્ય વિભાગ તથા પશુપાલન વિભાગની ટીમો દ્વારા સારવાર અને સરવેની કામગીરી શરૂ કરાઈ હતી.

અંદાજે 1400 થી વધુ પશુઓને રસી અપાઇ

543 વ્યક્તિઓની તપાસ કરાઈ
વિરસદ ગામના નહેરુ ચોક, રબારી વાસ, દાસની ખડકી, ઠાકોર વાસ વગેરેના 146 મકાનોમાં વસવાટ કરતા 543 વ્યક્તિઓને મળી સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં બે જણાંને માથાનો દુ:ખાવો, ચારને તાવની બિમારી હોવાનું સર્વેક્ષણ કરનાર ટીમ દ્વારા નોંધવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...