તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર બેઠક પર 2 માસમાં 11,832 મતદારોનો ઉમેરો થયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે 23 એપ્રિલે મતદાન થનાર છે. મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે 10 માર્ચે ચૂંટણીની જાહેરાત થયા બાદ પણ ચૂંટણી વિભાગે 25 માર્ચ સુધી મતદાર સુધારણા યાદી કાર્યક્રમ ચાલુ રાખ્યો હતો. આ કાર્યક્રમ પૂર્ણ થતા નવા આંકડા પર નજર કરીએ તો સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર 11,832 મતદારોનો ઉમેરો થયો છે. જેમાં સૌથી વધુ મતદારો વઢવાણ વિધાનસભા મત વિસ્તારમાં 2772 વધ્યા છે.

સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં જિલ્લાની પાંચ વિધાનસભા લીંબડી, વઢવાણ, ચોટીલા, દસાડા, ધ્રાંગધ્રા ઉપરાંત અમદાવાદ જિલ્લાની વિરમગામ અને ધંધુકા બેઠકનો સમાવેશ થાય છે. તા. 31-1-19ના રોજ પ્રસીધ્ધ થયેલ આખરી મતદાર યાદી મુજબ લોકસભા બેઠકમાં 18,36,046 મતદારો હતા. ત્યારબાદ તા. 10 માર્ચના રોજ લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ હતી. આ જાહેરાત બાદ પણ ચૂંટણી વિભાગે તા. 25 માર્ચ સુધી નવા મતદારોની નોંધણીની કામગીરી ચાલુ રાખી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 25 માર્ચના રોજ પૂરા થયેલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાદ તાજેતરમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર મતદારોના નવા આંકડા જાહેર કરાયા હતા. જેમાં લોકસભા બેઠક અંતર્ગત આવતી સાતેય વિધાનસભા બેઠક પર 11,832 મતદારોનો વધારો થયો છે. જેમાં સૌથી વધુ મતદારો 2772 વઢવાણ વિધાનસભા મત વિસ્તારમાં ઉમેરાયા છે.

અન્ય સમાચારો પણ છે...