સુરેન્દ્રનગર | વઢવાણ-કોઠારીયા રોડ પર આવેલા ગેબનશાપીર સર્કલ પાસેથી એક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | વઢવાણ-કોઠારીયા રોડ પર આવેલા ગેબનશાપીર સર્કલ પાસેથી એક શખ્સ ચોરાઉ છકડો રિક્ષા સાથે પસાર થવાનો હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે વોચ ગોઠવી રિક્ષા લઇ પસાર થતા કાળુભાઇ કમાભાઇ પરમારને અટકાવી પુછપરછ હાથ ધરી હતી. તેમજ રિક્ષા અંગે તપાસ કરતા આ રિક્ષા 10 માસ અગાઉ ધંધુકા તાલુકાના ગુંજાર ગામેથી ચોરાઇ હોવાની વિગતો બહાર આવી હતી. જ્યારે આરોપીને ચોરાઉ રિક્ષા અંગે કડક પુછતાછ કરતા તેના કૌટુંબીક ભત્રીજા બાબુભાઇ સામતભાઇ પરમાર માત્ર રૂપિયા 20 હજારમાં વેચાતી આપતો હોય ખરીદી લીધી હોવાની કબુલાત આપી હતી. આથી પોલીસે છકડો રિક્ષા કબજે કરી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...