સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર પ્રતિનિધિઓને મળશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે. આથી ભારતીય ચૂંટણી પંચ દ્વારા નીમાયેલા લોકસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વરનું જિલ્લામાં આગમન થઇ ચૂકયુ છે. ભારતીય ચૂંટણી પંચે નીમેલા જનરલ ઓબ્ઝર્વર ડો. કૌશલ કિશોર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપરાંત ધંધુકા અને વિરમગામમાં મતદાન સુધી આચાર સંહિતા ભંગ, ખર્ચ સહિતની દરેક પ્રવૃતિ પર નજર રાખશે. તા. 5 એપ્રિલના રોજ તેઓ સવારે 9 થી 10 દરમિયાન સરકીટ હાઉસ ખાતે રાજકીય પ્રતિનિધિને મળનાર હોવાનું જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી કે. રાજેશની એક યાદીમાં જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...