તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેવીકેની પ્રવૃતિઓને વધુ અસરકારક બનાવવા સૂચનો કરાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હી પુરસ્કૃત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મંગલભારતી વડોદરા ખાતે કૃષિ શિક્ષણ, સંશોધન, વિસ્તરણ, નિદર્શનો અને ફાર્મ પરીક્ષણની અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેનું મુલ્યાંકન કરવા માટે તા.૨૬/૦૨/૨૦૧૯ના રોજ ઉચ્ચ સ્તરીય વૈજ્ઞાનિક સલાહકાર સમિતિનું આયોજન કરાયું હતું. જેમાં ધીરૂભાઈ બી.દેસાઈ, ચેરમેન, એમ.કે.કુરેશી સંયુકત ખેતી નિયામક, વડોદરા, ડૉ.પી.આર.ભટનાગર, દર્શન દેવર ડૉ.નીતીનભાઈ શાહ, , ડૉ. એસ. કે. રાવલ , ડૉ.આર.જી.મછાર ડેરોલ), કે.સી.પાઠક, વી.કે.રાઠોડ, એ.બી.ચૌહાણ (ફોરેસ્ટર), તેમજ ડી.એન.પટેલ, કે.કે.પટેલ (મદદનીશ બાગાયત નિયામક), ડૉ.વી.એ.પઠાણ (વેટરનરી અધિકારી), એન.બી.દસલાણિયા (મદદનીશ ખેતી નિયામક, પેટાવિભાગ, જબુગામ), કે.કે.પટેલ(મદદનીશ ખેતી નિયામક, પેટા વિભાગ,ડભોઈ), પી.જે.બારીયા(બાગાયત અધિકારી) અને કેવીકેના વડા ડૉ.બી.એમ.મહેતા અને કૃષિ વૈજ્ઞાનિકો તેમજ અન્ય ખાતાના પ્રતિનિધિઓ તથા પ્રગતિશીલ ખેડૂતો વગેરેએ સદર બેઠકમાં હાજરી આપી હતી.

કાર્યક્રમમાં કેવીકેના વડા ડૉ.બી.એમ.મહેતાએ ગત મીટિંગના મુદ્દાઓનું અમલીકરણ, ચાલુ વર્ષનો પ્રગતિ અહેવાલ અને આવતા વર્ષની વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે રૂપરેખા રજૂ કરી હતી. ત્યાર બાદ કેવીકેના વૈજ્ઞાનિકઓએ પોતાના વિભાગની વર્ષ દરમ્યાન કરેલ પ્રવૃતિ તેમજ આવતા વર્ષમાં કરવામાં આવનારી પ્રવૃતિઓનું આયોજન રજૂ કર્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે હાજર રહેલ તમામ અધિકારીઓએ પોતાના વિભાગોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કેવી રીતે જોડી શકાય અને ખેડૂતને વધુમાં વધુ મદદરૂપ થાય તે માટે વિસ્તૃત ચર્ચા કરી હતી અને હાજર રહેલા અધિકારીઓએ કેવીકેની પ્રવૃતિઓને વધુ અસરકારક, ખેડૂત ઉપયોગી અને આધુનિક ખેતી પદ્ધતિ સાથે તાલમેલ મેળવવા માટે ખુબ જ સુંદર સૂચનો કર્યા હતાં. વધુમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા થતી પ્રવૃતિઓને ખેડૂતો માટે ફાયદાકારક અને કેન્દ્રની પ્રવૃતિઓમાં નાબાર્ડ અને આત્મા પ્રોજેકટને સાથે જોડવા માટે વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી. હાજર રહેલ અધિકારીઓએ કેવીકેની કામગીરીની પ્રશંસા કરી અને આગામી વર્ષે પણ અસરકારક પ્રવૃતિઓમાં વધુ ફેરફાર કરી ચાલુ રાખવા અનુરોધ કર્યો હતો. કેવીકે દ્વારા કઠોળ પાકોમાં બીજ ઉત્પાદન તેમજ બાગાયતમાં શાકભાજીની સાથે સાથે ફળો અને ફૂલોની ખેતી ખેડૂતો કરતા થાય તે અંગે વધુ કામગીરી કરવા માટે આહવાન કર્યું હતું.

મંગલભારતી સંસ્થાના ચેરમેન ધીરૂભાઈ બી. દેસાઈ દ્વારા આવેલ સૌ અધિકારીઓને કેવીકે પ્રવૃતિઓને વધુ અસરકારક બનાવવા કરેલ સૂચનોનો અમલ કરવાની ખાત્રી આપી હતી અને સૌનો આભાર વ્યકત કર્યો હતો.

મંગલભારતી દ્વારા ઉચ્ચ સ્તરીય વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક મળી હતી. સંજય ભાટિયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો