તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રા.શાળાના કંડમ રૂમ, આકાશ નીચે મોડેલ ડે સ્કૂલના છાત્રોનો અભ્યાસ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગરબાડા તાલુકાના વજેલાવ ગામે વર્ષ 2014માં મોડેલ ડે સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. ધોરણ 6થી 12ની સ્કુલમાં વજેલાવ, કુતરવડલી, માતવા ચીલાકોટા ગામના બાળકો અભ્યાસ કરવા આવે છે.

સરકારે મોડેલ ડે સ્કુલને ચાલુ કરી પણ આ સ્કૂલમાં આજદિન સુધી કાયમી શિક્ષકની ભરતી થઈ નથી. 196 બાળકો આ સ્કૂલમાં અભ્યાસ કરે છે. જેમાં 1 કરારી શિક્ષક અને 7 પ્રવાસી શિક્ષકો 196 બાળકોને શિક્ષણ પીરસી રહ્યા છે. શાળાની શરૂઆત વજેલાવ પ્રાથમિક શાળામાં જ શરૂઆત કરવામાં આવી હતી.આજે પાંચ વર્ષ થવા આવ્યા છતાં આજદિન સુધી શાળાનું બિલ્ડીંગ બન્યું નથી.વજેલાવ પ્રાથમિક શાળાના ખંડેર થયેલા સિન્ટેક્સના ત્રણ ઓરડામાં બાળકો અભ્યાસ કરે છે.

આ ઓરડાની દિવાલો ન હોવાથી સવારીની પાળીમાં ચાલતી આ સ્કૂલમાં આદિવાસી વિદ્યાર્થીઓ ઠંડીમાં ધ્રૂજતાં જઈને અભ્યાસ કરે છે. ત્રણ ઓરડામાંથી એક ઓરડામાં ઓફીસ કાર્યાલય બનાવેલું છે અને 2 ઓરડામાં અભ્યાસ ચાલે છે. બાકીના 6 વર્ગો પ્રાથમિક શાળાનામેદાનમાં બેસીને શિક્ષકો બાળકોને ભણાવી રહ્યા છે.

દિવાલ વગરના ઓરડાને માં ભણતા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ઘણીવાર તો ઝેરી સાપ પણ રૂમ માંથી નીકળ્યા હતા.આ શાળામાં કાયમી આચાર્ય પણ નથી. ગરબાડા મોડેલ સ્કૂલના આચાર્ય ને વધારાનો ચાર્જ આપી રાખ્યો છે. સુવિધાના નામે આ મોડેલ સ્કૂલમાં મીંડુ છે.

3 વર્ગ દીવાલ વગરના કંડમ, 6 વર્ગ પ્રા. શાળાના પરિસરમાં ચાલે છે
કાયમી શિક્ષકોની નિમણૂક થાય તેમજ સ્કૂલનું બિલ્ડિંગ બનવું જોઇએ
 અમારા ગામમાં મોડેલ ડે સ્કૂલ ચાલુ કરીને પાંચ વર્ષ થવા આવ્યા છતાં એક પણ કાયમી શિક્ષકની ભરતી કરી નથી. પ્રવાસી શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવે છે. ચાલુ સત્રમા બીજી નોકરી મળી જવાથી ક્યારેક પ્રવાસી શિક્ષકો અધવચ્ચે નોકરી છોડીને જતા રહે છે. જેથી બાળકોનો અભ્યાસ બગડે છે.મોડેલ ડે સ્કુલમાં કાયમી શિક્ષકોની નિમણુક થાય અને સ્કૂલનું બિલ્ડીંગ વહેલી તકે બનવી જોઇએ.મંગળસિંહ ડાંગી, સામાજીક આગેવાન વજેલાવ

ટેકનિકલ ખામીને કારણે ફાઇલ રિટર્ન આવી છે
 વજેલાવ મોડેલ ડે સ્કુલ બનાવવા માટે ગ્રામ પંચાયતે જમીન ફાળવી દીધી છે પણ કઈક ટેકનિકલ ખામીને કારણે ફાઇલ રિર્ટન આવી હતી. ગરબાડા મામલતદારમાં જમીનના સરવે નંબર સુધારી ફરીથી ફાઈલ ઉપલી કક્ષાએ મંજૂરી માટે મોકલેલ છે.શૈલેષભાઈ પટેલ, ઇન્ચાર્જ આચાર્ય

એક પણ શિક્ષક કાયમી નહીં 7 પ્રવાસી શિક્ષકો દ્વારા શિક્ષણ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો