પથ્થરવાળા મેદાનમાં ખોખોની પ્રેક્ટિસ કરતા વિદ્યાર્થીઓ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મધ્ય પ્રદેશની સરહદે આવેલી ભુમસવાડા ગામની શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક શાળાના પંટાગણમાં વિદ્યાર્થીઓ માટે પ્રેકટીસ કરવા માટે મેદાન નથી છે. સરકારે આદીવાસીઓના વિધ્યાર્થીઓના અભ્યાસ અને ખેલ મહાકુંભ યોજી ખેલાડી આગળ આવે પરંતુ સ્થાનિક શિક્ષણ તંત્રની આદીવાસીઓ પ્રત્યે સુગ કહો કે આદીવાસી વિદ્યાર્થીઓને પછાત રાખવા તેમના તરફ પુરતુ ધ્યાન અપાતુ નથી, ભુમસવાડા પ્રાથમિક શાળામાં P.T.ના શિક્ષક પણ નથી. ગાંધીનગર તથા છોટાઉદેપુર વહીવટી વિભાગ દ્વારા આયોજીત ખેલ મહાકુંભ-2019 અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા કક્ષાની ભાઇઓ ની ખોખોની રમત શ્રી સી. અેન.બક્ષી સાર્વજનિક હાઇસ્કુલ જબુગામ ખાતે તા.24/09/2019 ના રોજ યોજાઇ હતી.જેમાં અંડર -14 ભાઇઓમાં કવાંટ તાલુકાની ભુમસવાડા પ્રાથમિક શાળાના બાળકો જિલ્લા કક્ષાઅે પ્રથમ નંબર મેળવી શાળા તથા કવાંટ તાલુકાની ખ્યાતિ વધારી છે.માણકા પ્રાથમિક શાળાના બાળકો દ્વિતિય નંબર મેળવેલ છે. 2019ના વર્ષના ખેલ મહાકુંભમાં ભુમસવાડા શાળાની કુમાર તથા કન્યાની બંન્ને ટીમો છોટાઉદેપુર જિલ્લા તરફ થી રાજ્ય કક્ષાની રમતમાં ભાગ લેનાર છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃિતઓ ગાંધીનગર તથા છોટઉદેપુર વહીવટી વિભાગ દ્વારા આયોજીત ખેલ મહાકુંભ -2019 અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા કક્ષાની બહેનો માટેની ખોખોની રમત શ્રી સી.એન.બક્ષી સરકારી માધ્યમિક શાળા જબુગામ ખાતે તા21/09/2019 ના રાખવામાં આવી હતી.જેમા અંડર -14 બહેનો માં કવાંટ તાલુકાની ભુમસવાડા પ્રાથમિક શાળાની બાળઓ જિલ્લા કક્ષાએ દ્વિતિય નંબર મેળવી ભુમસવાડા ગામ તથા કવાંટ તાલુકાની મહતા વધારી છે.

અન્ય સમાચારો પણ છે...