તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થીઓ ફી ભરવા માટે મુઝવણમાં મુકાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં શંકર ટેકરી મુકામે સમર્થ બી એડ કોલેજમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ બે વર્ષથી મળી નથી. સંસ્થા દ્વારા તેઓને કોઈ જવાબ નહીં મળતા નિવાસી કલેક્ટરને આવેદન પત્ર તા.12ના રોજ આપી રજૂઅાત કરાઇ છે.

સમર્થ બીએડ કોલેજમાં અભ્યાસ કરતા 50 વિદ્યાર્થીઓને સન 2016 અને 2017 વર્ષની શિષ્યવૃત્તિ અંદાજે 15 લાખ જેવી એક ટર્મની મળી નથી. જ્યારે સને 2017 18-19 માં અભ્યાસ કરતા 100 વિદ્યાર્થીઓને 2 વર્ષની રૂ 60 લાખ જેવી રકમ મળી નથી. જેને લઈ વિદ્યાર્થીઓમાં ભારે રોષ વર્તાઈ રહ્યો છે. બીએડ કોલેજમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેઓને કોલેજની એક ટર્મના રૂ 40 હજાર જેવા થાય છે. 2 ટર્મની રૂ 80 હજાર જેવી ફીની રકમ ચૂકવવી પડે છે. શિષ્યવૃત્તિની રકમ એક વિદ્યાર્થીને અંદાજે રૂ 70 હજાર જેવી મળે છે એ નહીં મળતા ફી કેવી રીતે ભરવી એ પ્રશ્ન વિદ્યાર્થીઓને સતાવી રહ્યો છે. ફી ભરવા માટે ...અનુસંધાન પાના નં.2

સમર્થ કોલેજના છાત્રોને બે વર્ષથી શિષ્યવૃત્તિ નહીં મળતા રોષે ભરાયાં
સંખેડા . છોટાઉદેપુર . પાવીજેતપુર . નસવાડી . શિનોર . બોડેલી
પાવીજેતપુર બી એડ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર.વિવેક રાવલ

વડોદરા શનિવાર, 13 એપ્રિલ, 2019
| 4
અન્ય સમાચારો પણ છે...