જલસણથી ધૈર્યપુરા સુધીના માર્ગ પરના ખાડાઓથી રહીશો પરેશાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાત તાલુકાના જલસણથી ધૈર્યપુરા માર્ગ રસ્તાની બંને બાજુએ ઉકરડા અને મોટા ખાડા પડી ગયા છે. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી થતી નથી.

ખંભાતના જલસણથી ધૈર્યપુરા જતો મુખ્ય માર્ગ પર તારાપુર-પેટલાદ સહિત ધૈર્યપુરા, સુંદરા, માણેજ સહિતના આસપાસના ગામોના લોકોને આજ રસ્તા પર પસાર થવું પડે છે. રસ્તાના નજીક ઉકરડાના ઢગ સાથે પાણી મિશ્ર થતા ગંદકી ફેલાઈ છે. જો કે આ માર્ગ બનાવવા અહીંના રહીશો દ્વારા ચોમાસા પૂર્વે રજુઆત કરાઈ હતી છતાં તંત્ર બેદરકાર બન્યું છે. અહીંના માર્ગેથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સ્કૂલમાં જવા જીવના જોખમે પસાર થવું પડે છે. ગ્રામજનો, રહીશો, વાહનચાલકો સહિત વિદ્યાર્થીઓ ખંભાત તાલુકા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ સહિત તાલુકા વિકાસ અધિકારી પાસે માર્ગ બાબતે કોઇ કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યામાર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

આંગણવાડી સુધી પાણી ભરાય છે
 માર્ગે એટલી હદે બિસ્માર થઈ પડ્યો છે કે, ચારેય ઋતુમાં ગંદા-પાણી ભરાઈ રહે છે. માર્ગની નજીક આવેલી આંગણવાડીના દરવાજા સુધી પાણી ભરાઈ રહે છે. જેથી નાના-બાળકો, વાલીઓ, બહેનોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. વિદ્યાર્થીઓ જોખમ ખેડી ભણવા જવું પડે છે. આ અંગે નિરાકરણ આવે તેવી માંગ છે. ભુપેન્દ્રભાઈ ઠાકોર, મહિલા સરપંચના પતિ, જલસણ.

અન્ય સમાચારો પણ છે...