તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાતમાં કાજલ રાઠોડ માટે ઝડપી ન્યાયની હુંકાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસાના સાયરા ગામની કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની દીકરીનું નરાધમો દ્વારા અપહરણ કરી એની આબરૂ લેવામાં આવી અને હત્યા કરી તેના મૃતદેહને ઝાડ સાથે લટકાવી દેવામાં આવી હતી જેના અનુસંધાને સમગ્ર અનુસૂચિત જાતિના લોકો દ્વારા કાજલબેન રાઠોડના પરિવારને ઝડપી ન્યાય મળે તે માટે ખંભાતમાં એક મહા મૌન રેલી યોજાઈ હતી.જેમાં વકીલ મંડળ, સમાજના આગેવાનો, મહિલાઓ, યુવાઓ-યુવતીઓ સહિત ખંભાતના ગ્રામ્ય વિસ્તારોના ગ્રામજનો જોડાયા હતા.અને બળાત્કારી હત્યારાઓને ફાંસી આપી પરિવારને ઝડપી ન્યાય મળે તે બાબતે બહુજન સમાજ દ્વારા ખંભાતના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ખંભાતમાં કાજલ રાઠોડ માટે ઝડપી ન્યાયની હુંકાર સાથે બળાત્કારી હત્યારોને ફાંસીની સજા મળે તે હેતુસર બહુજન સમાજના લોકો દ્વારા બપોરના ૧૨ કલાકે મોહનપુરાના આંબેડકર ચોકથી મહા મૌન રેલી યોજાઈ હતી.શરૂ થયેલી મહા મૌન રેલી મોહનપુરા,પીરજપુર, જૂની મંડાઇ, ચિતારી બજાર વિસ્તારમાંથી પસાર થઈ ત્રણ દરવાજા સમાપ્ત થઈ હતી.ત્યારબાદ કાજલ રાઠોડના પરિવારને ઝડપી ન્યાય મળી રહે અને ગુનેગારોને ફાંસીની સજા મળે જેવી બાબતોને આવરી લઈ બહુજન સમાજ દ્વારા ખંભાતના મામલતદારને આવેદનપત્ર આપવા લોકો ઉમટ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો