બાંદ્રાથી પાલીતાણા જતી વિશેષ ટ્રેનને ઝાલાવાડમાં સ્ટોપેજ ન મળ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રેલવે વિભાગ દ્વારા ઝાલાવાડને અન્યાયની પરંપરા જારી રખાતી હોય તેમ ફરી અવગણના કરાઇ છે. રેલવે દ્વારા બાંદ્રાથી પાલીતાણા સુધી ચલાવવામાં આવનાર વિશેષ ટ્રેનને જિલ્લામાં કયાંય સ્ટોપ નહી મળતા જૈન યાત્રળુઓ સહિત ઝાલાવાડવાસીઓમાં રોષ ફેલાયો છે.

જૈનોની નગરી ગણાતા સુરેન્દ્રનગરથી અનેક જૈનો નિયમીત રીતે પાલીતાણા અને બાંદ્રા મુસાફરી કરે છે. પરંતુ રેલવે તંત્ર દ્વારા જાણે ઝાલાવાડને અન્યાય કરાતો હોય તેમ ફરી પરંપરા જારી રાખી છે. પશ્ચીમ રેલવે દ્વારા તા. 4 અને 5 માર્ચે બાંદ્રાથી પાલીતાણા વિશેષ ટ્રેન દોડાવવામાં આવનાર છે. ફાગણ સુદ તેરસના રોજ પાલીતાણામાં જાત્રા કરવાનો મહિમા છે. જેના લીધે દોડાવવામાં આવનાર આ ટ્રેનને ઝાલાવાડમાં જૈનોની વસ્તી હોવા છતાં સ્ટોપ અપાયુ નથી. તા.4ના રોજ બપોરે 15.25 કલાકે આ ટ્રેન બાંદ્રાથી નીકળી તા. 5ના રોજ સવારે 5.30 કલાકે પાલીતાણા પહોંચશે. જયારે પાલીતાણાથી તા. 5ના રોજ સવારે 7.35 કલાકે ઉપડી રાત્રે 21.50 કલાકે બાંદ્રા જશે. આ ટ્રેનને બન્ને તરફ બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, બોટાદ, ધોલેરા, શીહોર ઉભી રહેનાર છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવતા લખતર, સુરેન્દ્રનગર ગેટ, જોરાવરનગર, વઢવાણ, લીંબડી, ચૂડા જેવા એકપણ સ્ટેશને આ વિશેષ ટ્રેનને સ્ટોપ ન મળતા ઝાલાવાડીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.

રેલવે તંત્ર તાલુકા મથક એવા વિરમગામને સ્ટોપ અપાય છે જ્યારે જૈનોની નગરી ગણાતા સુરેન્દ્રનગર જેવા જિલ્લા મથકને પાલીતાણા જતી વિશેષ ટ્રેનનું સ્ટોપ ન મળતા ઝાલાવાડીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.

ફાગણમાં પાલીતાણા યાત્રાએ જતાં લોકો સાથે અન્યાય

અન્ય સમાચારો પણ છે...