તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીમખેડા તાલુકા ભીલ સમાજની સમાજ સુધારણા બેઠક યોજાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

લીમખેડા તાલુકાના 81 ગામના ભીલ સમાજ આગેવાનોની ઉપસ્થિતિમાં લીમખેડા હસ્તેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં સમાજ સુધારણા માટેની બેઠક યોજાઇ હતી.બેઠકમાં સમાજના આગેવાન અને લીમખેડા તા.પં.ના ઉપપ્રમુખ સરતનભાઈ ડામોર તાલુકા ભાજપના મહામંત્રી રમેશભાઈ નીનામા પૂર્વ તા.પં.પ્રમુખ રમીલાબેન રાવત, સામભાઈ કટારા રાયસીંગભાઈ હઠીલા સામભાઈ ભુરીયા ચીમનભાઈ માવી સબુરભાઈ ભુરીયા સહિતના આગેવાનોએ માર્ગદર્શન આપી જણાવ્યું હતું કે સમાજમાં ચાલતા કુરિવાજો વાદવિવાદ ઝઘડો તકરાર જેવા પ્રસંગોમાં બિનજરૂરી ખર્ચાઓ થતાં હોવાના કારણે સમાજ આર્થિક શારીરિક અને માનસિક રીતે પછડાઇ રહ્યો છે. માટે સમાજે આવા બિનજરૂરી ખર્ચાઓથી દૂર રહેવું જોઈએ. બેઠકમાં સમાજના આગેવાનોએ લગ્ન સમયે દહેજ પેટે માત્ર 75551 રૂપિયા લેવા તથા નશીલા પદાર્થ તેમજ ડીજેનો ઉપયોગ નહિ કરવો ચાંદલામાં 500થી વધારેનો ચડાવો નહીં કરવો જાન સગાઈમાં મર્યાદિત ગાડીઓ વ્યક્તિઓ હોય બાળલગ્નો અટકાવવા સમૂહ લગ્નનું આયોજન વાદવિવાદ કે તકરારમાં ગ્રામ સમિતિ દ્વારા નિકાલ લાવવો સમાજના દરેક બાળકોને શૈક્ષણિક અભ્યાસ કરાવવો જેવી બાબતોના સંકલ્પ લેવામાં આવ્યા હતા.

સમાજનો સર્વાંગી વિકાસ અમારું લક્ષ્ય
 સમાજમાં એકતા સમરસતા આવે બિનજરૂરી ખર્ચાઓ કુરીવાજો અંધશ્રધ્ધા દુર થાય અમારો સમાજ અન્ય સમાજની હરોળમાં આવે તેવા હેતુથી સમાજના હિત માટે તમામ ભાઈઓ તથા બહેનો સહભાગી બની ભગીરથ સેવાના કામમાં પોતાનું યોગદાન આપે માટે લીમખેડા તાલુકા ભીલ સમાજની બેઠક યોજાઇ હતી ભીલ સમાજનો સર્વાંગી વિકાસ થાય એ જ અમારું લક્ષ્ય છે.સરતનભાઇ ડામોર, ઉપપ્રમુખ તા.પં.લીમખેડા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો