તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાનાવડદલા તેમજ મોટાવડદલા પ્રા. શાળાના બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલ નાનાવડદલા પગાર કેન્દ્ર શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શંકરલાલ ડી. ત્રિવેદી(ઇ.સ.1950 થી 1956) દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ-1 થી 8ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મોટાવડદલા પ્રાથમિક શાળાના 1થી 5 ધોરણના વિદ્યાર્થીઓને પણ શૈક્ષણિક કિટનું વિતરણ કર્યું હતું.

ગોધરાની હેલ્લોકીડ્સ પ્રીસ્કૂલમાં ગરબા હરીફાઈ યોજવામાં આવી
ગોધરાની હેલ્લોકીડ્સ પ્રીસ્કૂલ અને હેલો સ્કૂલ ઓફ એક્સેલન્સ સ્કૂલ ના સંચાલકો મૌલિકભાઈ અને ગોપી બહેન દ્વારા ગરબા હરીફાઈનું આયોજન કરવા માં આવ્યું હતું.જેમાં શાળાના વિદ્યાર્થીઓ , શિક્ષકો અને વાલીઓએ મોટી સંખ્યામાં ભાગ લઇ ને આનંદ માણ્યો હતો. નાના નાના ભૂલકાઓ ને આગવી અદામાં ગરબે રમતા જોઈ વાલીઓ ની સાથે સાથે શાળા પરિવાર પણ રોમાંચીત થઈ ગયો હતો ,ગરબા હરિફાઈના અંતમાં વિજેતાઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા.

ગોધરાના મહાકાળી માતાજીના મંદિરે નવરાત્રીના પ્રથમ દિવસે ઘટ સ્થાપન
ગોધરાના સુપ્રસિધ્ધ મહાકાળી માતાજીના મંદિરે નવરાત્રી શુભારંભના પ્રથમ દિવસે ઘટ સ્થાપન તથા ગર્ભગૃહમાં માતાજી સમક્ષ કળશ અને જવારાનું સ્થાપન કરવામાં આવ્યુ હતુ. જેમા મોટી સંખ્યામાં માઇ ભક્તો હાજર રહ્યા હતા. નવરાત્રી દરમ્યાન 1008 દિવાની નૃત્ય આરતીનું પણ આયોજન કરવામાં આવે છે.

વણાકબોરી થર્મલની વિદ્યુત બોર્ડ વિદ્યાલયના વિદ્યાર્થીઓનો સાયબર ક્રાઈમ વિષે વાર્તાલાપ
દાહોદની સ્વનિર્ભર માધ્યમિક શાળા અને નવજીવન ગર્લ્સ હાઇસ્કૂલ અંતર્ગત ચાલતા નોન ગ્રાન્ટેડ વિજ્ઞાન પ્રવાહના કમ્પ્યુટર શિક્ષક ગૌરાંગ કે. દેસાઈએ વણાકબોરી થર્મલ સ્થિત વિદ્યુત બોર્ડ વિદ્યાલયના ધોરણ: 9 થી 12 ના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ વિષે રસપ્રદ વાર્તાલાપ આપ્યો હતો. સાયબર ક્રાઇમ અને મોબાઇલ હેકિંગથી બચવા શું કરવું વગેરે સાથે ઇન્ટરનેટ સ્કેમની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મારફતે સેમિનાર જાણકારી આપી હતી.

ભાણપુર મુખ્ય પ્રાથમિક શાળા જિલ્લાના ખેલમહાકુંભમાં અગ્રેસર
તા.26 સપ્ટેમ્બરના રોજ દાહોદ જીલ્લાનો કેલમહાકુંભ રમતોત્સવ ગરબાડાના નેલસુર મુકામે યોજાયો હતો. જેમાં ધાનપુર તાલુકા તરફથી ભાણપુર મુખ્ય પ્રા.શાળાની અંડર-14 ભાઇઓની ખો-ખો ટીમે ઉત્કૃષ્ઠ પ્રદર્શન દાખવી જીલ્લામાં પ્રથમ નંબરે વિજય મેળવ્યો હતો અને સતત ચોથી વખત આ શાળાની ટીમ દાહોદ જીલ્લાનું પ્રતિનિધિત્વ લઇ રાજ્યમાં રમવા જશે. ત્યારે શાળાના આચાર્ય હરેશભાઇ આર.ભાયે તથા સમસ્ત શાળા સ્ટાફ અને ભાણપુર ગામના તમામ આગેવાનો અને ગ્રામજનોએ ગૌરવ અને આનંદની લાગણી અનુભવી હતી.

સંજેલી તાલુકા સેવા સદન ખાતે પોષણ માહ સપ્તાહની ઉજવણી કરવામાં આવી
સંજેલી તાલુકા સેવા સદન ખાતે જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન મુજબ તાલુકા આરોગ્ય વિભાગ અને આઇસીડીએસ વિભાગના સંયુક્ત ઉપક્રમે પોષણ માહ સપ્તાહની ઉજવણી તાલુકા સેવા સદન ખાતે યોજાયો હતો. સંજેલી તાલુકાને કુપોષણ મુક્ત કરવા માટે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રાકેશ વહોનીયા તેમજ UNICEF ડૉ.નીરજ તિવારી દ્વારા કુપોષણ મુક્ત કરવા માટેની માર્ગદર્શનઆપવામા આવ્યું હતું.

ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે સુંદરકાંડનું ભવ્ય આયોજન
ગાંધીજીની સાર્ધ શતાબ્દી નિમિત્તે દાહોદની શાળામાં ગાંધી ચિત્રોની સ્પર્ધા યોજાઈ
આગામી તા.2 ઓક્ટોબરે રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતિ છે ત્યારે તેની આગોતરી ઉજવણી કાર્યક્રમ અંતર્ગત દા.અ.મ.સા.એજ્યુ.સોસાયટી સંચાલિત એન.ઈ. જીરૂવાલા પ્રા. શાળાના વિદ્યાર્થીઓમાં દેશદાઝ અને સ્વચ્છતા સંદર્ભે ગાંધીજીના વિચારબીજનું આરોપણ થાય તેવા આશયે ગાંધી ચિત્રોની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઝાલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પાંચ મિની નવીન ખીલખીલાટ એમ્બ્યુલન્સ ફળવાઈ
સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય વિભાગ દ્વારા નવીન પાંચ ખીલખીલાટ એમ્બ્યુલન્સ ફળવામાં આવતા તાલુકા પંથકમાં આનંદ ની લાગણી વ્યાપેલી જોવા મળી હતી.રવિવારના દિવસે સરકારી દવાખાના ખાતે આરોગ્ય વિભાગના ડોકટરોની ઉપસ્થિતિમાં મીની ખીલખીલાટ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, સરકારી દવાખાના ડોકટરો અને 108 તથા ખીલખીલાટનો સ્ટાફ હાજર રહ્યો હતો

ઝાલોદની વગેલા મુખ્ય પ્રા.શાળામાં કલાઉત્સવ કાર્યક્રમ યોજાયો
ઝાલોદ તાલુકાની વગેલા મુખ્ય પ્રા.શાળામાં સીઆરસી કક્ષાનો કલાઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો.શાળાના આચાર્ય અબજીભાઇ પાંડોર અને સીઆરસીના માર્ગદર્શનમાં મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ નિમિત્તે શાળામાં નિબંધ લેખન, કાવ્ય લેખન,ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી.આમ શાળા ખાતે વિવિધ કાર્યક્રમો દ્વારા કલાઉત્સવ ઉજવ્યો હતો.

ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે ગુરૂવારના રોજ સ્વ મંજુલાબેન ઉકારભાઇ પ્રજાપતિની પુણ્યતિથિ નિમિત્તે અશ્વિનકુમાર પાઠકજીના મુખારવિંદે સુંદરકાંડપાઠનુ પઠન કરવામાં આવ્યું હતું.જેનો બલૈયા ગામ સહિત તેમના સગાસંબંધીઓએ મોટી સંખ્યામાં હાજર રહી સુંદરકાંડ પાઠનો લાભ લીધો હતો. તેમજ ભોજન પ્રસાદી પણ રાખવામાં આવી હતી.

રૂવાબારી ગામે પાવાગઢ પગપાળા જતા ભક્તો માટે વિસામો બનાવ્યો
હડમત ક્લસ્ટરની બે શાળાઓની કૃતિઓ પ્રથમ આવતાં જિલ્લા કક્ષાએ ભાગ લેશે
ફતેપુરા તાલુકા કક્ષાનો ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ડુંગર પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. જેમાં ફતેપુરા તાલુકાની હડમત કલસ્ટરમાંથી ધાણીખુટ પ્રા.શાળા અને હડમત પ્રાથમિક શાળાએ વિભાગ 4 અને 5માં ભાગ લીધો હતો. જેમાં ગટર લાઇન સાફ કરવાનું યંત્ર તથા સ્પીડ બ્રેકરથી વીજળી ઉત્પન્ન કરવા અંગેની કૃતિઓ રજુ થઇ હતી. આ બન્ને વિભાગની કૃતિઓ તાલુકા કક્ષાએ પ્રથમ નંબરે પસંદ થઈ હતી.

ધાનપુર મોડલ શાળાનો વિદ્યાર્થી ખેલમહાકુભમાં જિલ્લામાં પ્રથમ ક્રમે આવ્યો
દાહોદ જિલ્લાના ૨૦૧૯નો ખેલમહાકુભની લાંબીકુદ અને ગોળાફેકની સ્પર્ધા દેવગઢ બારીઆ સ્પોર્ટસ સંકુલમાં યોજાઈ ગયો. જેમાં ધાનપુરની મોડલ શાળાના વિકાસકુમાર બંને ઈવેન્ટમાં અદભુત પ્રદર્શન કરી અને જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર શાળા અને તાલુકાનુ નામ રોશન કર્યું હતું.

ઇકો કલબની વકતૃત્વ સ્પર્ધામાં એમ.વાય.હાઈસ્કૂલની વિદ્યાર્થીનીને ત્રીજું ઇનામ
જિલ્લા કક્ષાની ઇકો કલબની વકતૃત્વ સ્પર્ધામાં દા.અ.મ.સા.એજ્યુ.સોસાયટી સંચાલિત એમ.વાય.હાઈસ્કુલની વિદ્યાર્થીની રાજવી કડીયાએ ત્રીજું સ્થાન મેળવી રૂ. 1000 નું ઇનામ પ્રાપ્ત કરેલ છે. શાળા પરિવાર વતી રાજવી કડિયા અને તેના માર્ગદર્શક શિક્ષક હેમંત સોલંકીને અભિનંદન પાઠવાયા હતા.

બારીયાના રૂવાબારી ગામમાં માતાજીના મંદિર પર રવિરારના રોજ માતાજી ટ્રસ્ટ જય માતાજી ટ્રસ્ટ તેમજ માઈભક્તો દ્વારા નવરાત્રીના પવિત્ર સાધનામાં ગરબાની સ્થાપના કરવામાં આવી હતી. તેમજ લીમખેડા દાહોદ તરફથી પાવાગઢ જતા પગપાળા માતાજીના ભક્તો માટે વિસામાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...