તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંખેડા ગ્રામ પં.ની સરપંચની પેટા ચૂંટણીમાં 6 ઉમેદવારીપત્ર ભરાયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે સંખેડા ગ્રામ પંચાયતની સરપંચની પેટા ચુંટણીમાં કુલ છ ઉમેદવારી પત્રો ભરાયા. ઉમેદવારો દ્વારા અત્યારથી જ ચૂંટણી પ્રચાર ચાલુ થયો. જોકે તા.8મીએ ઉમેદવારીપત્ર ખેંચવાના છેલ્લા દિવસે આખરી ચિત્ર સ્પષ્ટ થશે. હાલમાં રઝિયાબાનું શેખ સરપંચના ચાર્જમાં છે.

સંખેડા ગ્રામ પંચાયતના પ્રથમ મહિલા સરપંચ શિવાંગીબેન ચેતનકુમાર પટેલ સામે અવિશ્વાસની દરખાસ્ત ગ્રામ પંચાયતના બહુમતી સભ્યોએ પસાર કરી હતી.જે બાદ ડેપ્યુટી સરપંચ તરીકે રઝિયાબાનું કમરુદ્દીન શેખને સંખેડા ગ્રામ પંચાયતના સરપંચનો ચાર્જ અપાયો હતો.

તા.31મી ડીસેમ્બરના રોજ સંખેડા ગ્રામ પંચાયતની પેટાચુંટણી માટેનું જાહેરનામું પ્રસિધ્ધ થતા અગાઉ સામસામે ચુંટણી લડનારાઓએ પુન: ચુંટણીમાં ઉમેદવારી નોંધાવી છે.આજે ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...