તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાડીઓ ઉગી નીકળતા શિનોર નર્મદાનો રમણીય તટ લુપ્ત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

શિનોરના પાદરે વહેતી ઉતરવાહીની નર્મદામાં સ્નાનનું અધિક મહત્વ છે. વર્સો પૂર્વે શિનોરના રમણીય તટે ઉનાળામાં લોકો રેવા સ્નાન સાથે નદીની શીતળતા માણવા જતા હતા. આજે વર્ષો બાદ શિનોરના ગાઠીવાડથી ગાછીવાડથી ભંડારેશ્વર સુધીના નદી તટની રમણીયતા અલોપ થઇ ગઇ છે. જ્યારે છીપાવાડના ઓવારેથી છેક રામજી મંદિરના ઓવારા સુધી નદી કાંઠે ઝાડી ઝાંખરા ઉગી ગઇ છે. રમણીય નદી કાંઠાની ઓવારાઓની જમીનને સમતળ બનાવવા પ્રસાશન યોગ્ય કામગીરી કરે તેવી લોકમાંગ છે.

ઉતરવાહિની રેવા તટે આવેલ શિનોરનો ભંડારેશ્વરથી નાગીવાડના ઘાટ સુધી દોઢ થી બે કિ.મી.નો તટ ભૂતકાળમાં 1960માં રેવા તટેથી ગુજરાતના સ્વાધ્યાય શરૂ થયેલ આજે વર્ષો બાદ રેવા તટની લીલીછમ રમણીયતા લુપ્ત થઇ ગઇ છે. ઠેરઠેર ખાડી-ટેકરા તથા ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. આગામી દિવસોમાં મહાશિવરાત્રીનું પર્વ આવે છે. જેમાં હજારો શ્રદ્ધાળુઓ ભંડારેશ્વરના દર્શને જાય છે. અને અહીંંથી ભંડારદાદાની શોભાયાત્રા પણ નીકળે છે. જ્યારે આ કિનારાઓ પર ઉનાળામા શિનોરની પ્રજા શિતળતા સાંજના ટાણે માણતા હતા.

આજે નદીકિનારા પર ઝાડી-ઝાંખરા તથા ખાડા પડવાથી લોકો નદી કાંઠે બેસી શકતા નથી અને નદી તટે લોકો પેશાબ-સંડાસ કરવા દુર્ભાગ્યે ઝાડીમાં જતા હોવાથી નદી કિનારે દુર્ગંધ મારે છે. સ્થાનિક પ્રશાસન આ નદી તટ પર સફાઇ કરાવી જમીનને સમતળ બનાવી ઝાડી ઝાંખરા દુર કરવામાં આવે તેવી લોકમાંગ છે. રેવા તટની રમણીયતા પુ્ન: જાગૃત થાય આગામી મહાશીવરાત્રીના પર્વને સ્થાનિક પ્રજા તથા ભુદેવો પણ સ્વચ્છતામાં તહેવાર મનાવી શકે તેવી લોકમાંગ છે.

શિનોર પાદરે વહેતી નર્મદા કિનારે ટેકરા અને ઝાખરી જણાય છે.જગદીશવાળંદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો