છોટાઉદેપુર તાલુકા પંચાયતે બનાવેલી દુકાનો ખૂલતી નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરી દ્વારા અંદાજે 20 વર્ષ અગાઉ ક્લબ રોડ ઉપર તાલુકા પંચાયત કચેરી દ્વારા છ દુકાનો બનાવવામાં આવી હતી. એ આજદિન સુધી ખૂલીજ નથી તેની પાછળ કરેલ ખર્ચ માથે પડયા જેવું બન્યું છે.

આ દુકાનો સંદર્ભે મળેલ વિગતો મુજબ તાલુકા પંચાયતે જે તે સમયે દુકાન બનાવી દીધી પરંતુ એ જમીન નિયમો મુજબ હેતુફેર કરાવવી જોઇએએ કરાવવી જોઈએ જેથી તેના ઉપર નિયંત્રણ આવી ગયું છે. અને દુકાનોના શટરો બંધ થઈ ગયા છે. આ બનાવેલ દુકાનો જે તે સમયે બનાવી ત્યારે આદિવાસી યુવાનોને ભાડે આપવાનો હેતુ હતો પરંતુ 20 વર્ષ થઈ ગયા છતાં જિલ્લા પંચાયત દ્વારા આ જમીન હેતુફેર થઈ નથી. અને બંધ દુકાનો ખુલતી નથી. તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર અનેક જમીનો હેતુફેર કરાવવા અર્થે આવી હશે એમાં વજન મુકતા તુર્ત નિકાલ આવી જાય છે. પરંતુ આ બનેલ દુકાનો અંગે કોઈ રસ લેતું નથી અને ઉકેલ આવતો નથી.

આવી જ હાલત છોટાઉદેપુર તાલુકા પંચાયતના કવાટર્સની છે. જેને વર્ષો થઇ ગયા કવાટર્સ ભંગાર થઈ ગયા છે. છતાં નવા બનતા નથી છોટાઉદેપુર જિલ્લો બન્યો 5 વર્ષ પૂર્ણ થયા છતાં કોઈ સુધારો થતો નથી. એ નવાઈની વાત છે. કવાટર્સ સારા ન હોય તાલુકા પંચાયતના કર્મચારીઓ એ ભાડા ના મકાનમાં રેહવું પડે છે.

દુકાનો આદિવાસી યુવાનોને ભાડે આપવાની હતી

_photocaption_તાલુકા પંચાયત દ્વારા બનેલ દુકાનો ખંડેર હાલતમાં. }વિવેક રાવલ
*photocaption*
અન્ય સમાચારો પણ છે...