તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શનિશ્વરી-પિતૃઅમાસે ચાંણોદ નર્મદા કિનારે શ્રાદ્ધ કર્મ કરવા શ્રદ્ધાળુઓનું ઘેાડાપૂર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કરજણ પાદરા રોડ પર અણસ્તુ ગામે પ્રસિદ્ધ જૈન દેરાસરમાં શુક્રવારે મોડી રાત્રે ઓફિસના કબાટો અને તિજોરીમાંથી 29 હજાર રૂપિયા રોકડા ઓફિસમાંથી દેરાસરની ચાવીઓ મેળવી દેરાસરની તમામ દાનપેટી તેમજ મંદિરના ગર્ભગૃહમાં આવેલી તિજોરીમાંથી ચાંદીનો મુગટ તેમજ સોનાની ચેન મળીને 95100 મુદ્દામાલની ચોરી થઇ હતી.

કરજણ પાદરા રોડ પર આવેલ અણસ્તુ ગામે આવેલ પ્રસિદ્ધ જૈન દેરાસર માં શુક્રવારે મોડી રાત્રે તસ્કરો ઓફિસ ના દરવાજાનું તાળું તોડી ઓફિસમાં પ્રવેશ કરી ઓફિસમાં આવેલ તિજોરી અને કબાટો માંથી સામાન વેરવિખેર કરી ઓફિસમાં મૂકેલી રોકડ રકમ 29100 તેમજ ઓફિસમાં મૂકેલી દેરાસરની ચાવી લઇ દેરાસરમાં પ્રવેશ કરી દેરાસરમાં મૂકેલી 11 દાનપેટી ખોલીએ એમાંથી રોકડા રૂપિયા અંદાજિત 11000 રોકડા તેમજ ગર્ભગૃહમાં મૂકેલી તિજોરીમાંથી સવા કિલો ચાંદીનો મુગટ કિંમત 25 હજાર રૂપિયા ચાંદી ની આંગી 500 ગ્રામ તેમજ ચાંદીના શ્રીફળ બે નંગ કિંમત 12 હજાર રૂપિયા સોનાની ચેન કિંમત 18,000 રૂપિયા આમ કુલ મળીને તસ્કરોએ 95100 ના મુદ્દામાલની ચોરી થવા પામી છે દેરાસરમાં વોચમેન હોવા છતાં તસ્કરો બિન્દાસ પણે ઓફિસ તમામ તિજોરીઓ તેમજ દેરાસરમાં આવેલી 11 દાનપેટી ખોલીને ચોરી કરી ગયા છે જ્યારે તસ્કરોએ દેરાસર માં લગાવેલા સીસીટીવી કેમેરાના વાયરો કાપી નાખી તેમજ સીસીટીવી નું સી ડી આર એમ પણ જોડે લઈ ગયેલ છે પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...