તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિનોર નગરમાં દસ દિવસથી સફાઇ કામગીરી કરાતી નથી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશમાં કોરોના વાઇરસની દહેશત વચ્ચે શિનોર નગરના છેલ્લા દસ દિવસથી સફાઇ કામદારો છુટા કર્યા બાદ સફાઇનો નિકાલ ક્યારે ?

શિનોર ગ્રામ પંચાયતે શિનોરના સફાઇ કામગાર યુનિયનમાં પગાર વધારાની માગણી સંદર્ભે શિનોર ગ્રામ પંચાયત દ્વારા સફાઇ કામદારો છુટા કર્યા બાદ દસ દિવસ વિતવા છતાં કચરો એકત્ર કરવા ટ્રેક્ટર શરૂ ન થતા શિનોર નગરમાં કચરાના ઢગ જામ્યા છે.

શિનોર ગ્રામ પંચાયતના સરપંચ ઉન્નતીબેન વસાવા તબીબ છે. તેઓ શિક્ષિત છે. તાજેતરમાં શિનોર ગ્રામ પંચાયત દ્વારા દિવસ પૂર્વે ગામના 9 સફાઇ કામદારોને છુટા કર્યા છે. સફાઇ ન થવાથી બજારના અને અનેક મહોલ્લાઓમાં કચરાના ઢગ જામેલ છે. દેશમાં કોરોના વાઇરસના કારણે સ્વચ્છતા અંગે નગર પાલિકાઓ દ્વારા જાહેરમાં થુંકનારને રૂા.500નો દંડ લેવામાં આવે છે. જ્યારે શિનોર નગરમાં કચરાના ઢગ છે. ગામના કેટલાંક મહોલ્લાઓમાં બારમાસી ગંદકી ફેલાવાય છે ત્યારે શિનોર ગ્રામ પંચાયત સ્વચ્છતા અંગે વૈકલ્પિક વ્યવસ્થા કરે અને ગામના કચરો એકત્ર કરવા ટ્રેક્ટર શરૂ કરવામાં તે જરૂરી નથી? શિનોર નગરમાં ગંદકી ફેલાવતાં તત્વો સામે કડક પગલાં લેશે કે કોઇ રોગચાળો ફેલાશે તેની રાહ જુએ છે.

અન્ય સમાચારો પણ છે...