તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેમદાવાદના 13 વર્ષના કિશોરની GCAમાં પસંદગી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રિકેટ ... બસ એજ ધ્યેય. 9 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાની શરૂઆત કરી 4 વર્ષ બાદ એક આયામ હાંસલ કર્યું છે. મહેમદાવાદના 13 વર્ષના કિશોરે અથાગ મહેનત બાદ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનમાં સ્થાન પામ્યો છે અને તેનું આગલું લક્ષ્ય ગુજરાત માટે રમવાનું છે.

મહેમદાવાદમાં રહેતો અનુજ ચંદ્રકાન્ત પટેલ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનમાં પસંદગી પામ્યો છે. ગલી બોયથી લઇને એક પ્રોફેશનલ પ્લેયર તરફની સફરમાં અનુજે અનેક ઉતાર-ચઢાવ જોયા. પ્રથમ વર્ષે જ કે.ડી.સી.એ. માં પર્ફોમન્સ સારૂ ન હોવાથી અનુજ નાસીપાસ થયો હતો, જોકે નિરાશ થઇને બેસી રહેવાની જગ્યાએ અનુજે મહેનત વધારી હતી. એક તરફ અભ્યાસમાં સારૂ પરિણામ લાવવા માટેની સ્ટ્રગલ અને બીજી તરફ સ્વપ્નને સાકાર કરવાની દોડમાં અનુજે તનતોડ મહેનત કરી અને 13 વર્ષની ઉંમરે એક મૂકામ હાંસલ કર્યું, જોકે અનુજ કહે છે કે, સફર તો હજી લાંબી છે, મંઝિલ દૂર છે પણ ઇરાદા મક્કમ છે. ઘરની નબળી પરિસ્થિતી સામે ઝઝુમીને અનુજ હાલમાં જ્યાં પહોંચ્યો છે ત્યાં તે કહે છે કે પરિસ્થિતી ગમે તેટલી ખરાબ હોય પણ પોતાનું લક્ષ્ય છોડવું નહિં તે એકજ વિચાર સાથે આગળ વધી રહ્યો છું.

પરિવાર, કોચનો સપોર્ટ
આ મુકામ ઉપર પહોંચવામાં પરિવારે સપોર્ટ કર્યો છે. નાનપણથી ક્રિકેટ જોતો હતો અને 9 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારે આ મુકામ એક સ્વપ્ન હતું. જોકે કોચે યુવા એકેડમીમાં મારી પાછળ જે મહેનત કરી છે તેના ફળસ્વરૂપે હું આજે અહીં પહોંચ્યો છું. અનુજ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો