તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંચમહાલમાં 62 લોકોનું સ્ક્રીનિંગ : દાહોદમાં 9 લોકો હોમ કોરોન્ટાઇનમાં, 1 આઇસોલેશન વોર્ડમાં દાખલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે અારોગ્ય વિભાગ કમરકસી રહ્યું છે. જેના પગલે પંચમહાલ અારોગ્ય વિભાગ પણ વિદેશથી અાવતાં લોકોની લિસ્ટ કાઢી તેઅોને શોધીને તેઅોમાં કોરોનાના લક્ષાણ છે કે નહીં તે માટે સ્ક્રીનિંગ પ્રક્રીયા હાથ ધરી હતી. 17 દેશોમાંથી 62 લોકો પંચમહાલ જિલ્લામાં અાવ્યા હતા. તેઅોને શોધીને અારોગ્ય વિભાગ દ્વારા તેઅોના ઘરની અાસપાસના 50 ઘરોમાં ખાંસી, શરદી કે તાવના કોઇ કેસ છે કે નહીં તે માટે સર્વેલન્સ કર્યું હતું. વિદેશથી અાવેલા 62 જણાનું 28 દિવસ સુધી સર્વેલન્સ કરાયું હતું. જેમાં 14 દિવસ સ્થાનિક મેડીકલ અોફિસરે અને બીજા 14 દિવસ સેલ્ફ સર્વેલન્સ કર્યું હતુ. જેમાં 29 જણાને સ્ક્રીનિંગ પૂર્ણ થયું હતું. અન્ય સ્ક્રીનિંગ હેઠળ છે. કોઇનામાં કોરોના વાયરસના લક્ષાણ ન જોવાતાં તંત્રઅે હાશકારો અનુભવ્યો હતો.

MBBSનો અભ્યાસ કરવા ફિલિપાઈન્સ ગયેલો લીંબડીયાનો વિદ્યાર્થી ફસાયો

ભાસ્કર ન્યૂઝ | લુણાવાડા

ફિલિપાઈન્સમાં ફસાયેલા લીંબડીયા ગામના વિદ્યાર્થીને પરત લાવવા માટે લુણાવાડા MLAએ નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી.

ગુજરાતના અલગ-અલગ વિસ્તારના 400થી વધુ વિદ્યાર્થીઓ ફિલિપાઈન્સમાં ફસાયા છે. વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર કેન્દ્ર અને ગુજરાત સરકારને યોગ્ય વ્યવસ્થા કરી આપવા વિનંતી કરી છે. સ્વસ્થ હોવા છતાં વિદ્યાર્થીઓને હવે કોરોનાનો ભોગ બનવાનો પણ ડર લાગી રહ્યો છે. જેમણે સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે, અહીંયા આસપાસના વિસ્તાર 15 એપ્રિલ સુધી ફક્ત હોસ્પિટલો જ ચાલુ છે અને ટ્રાન્સપોર્ટેશનની કોઈ સુવિધા નથી. મોટાભાગના વિદ્યાર્થીઓ શાકાહારી હોવાથી જમવામાં ખૂબ તકલીફ પડી રહી છે. વિદ્યાર્થીઓ પોતપોતાના રૂમમાં પુરાયેલા છે. લુણાવાડા(ખાનપુર), ગોધરા સહિત અનેક શહેરના વિદ્યાર્થીઓ અહીં ફસાયા છે. જેથી સરકાર યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ કરી છે. ફિલિપાઈન્સમાં દર વર્ષે વિઝા રિન્યુ કરાવવા પડે છે. ફસાયેલા વિદ્યાર્થીઓમાંથી ઘણાના વિઝા પુરા થયા છે તો ઘણાના પુરા થવાની તૈયારીમાં છે. કેન્દ્ર સરકારના આદેશ મુજબ ફિલિપાઈન્સ, મલેશિયા અને અફઘાનિસ્તાનથી કોઈ ફ્લાઈટ ભારત નહી આવી શકે જેથી વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો થયો છે. આ મામલે લુણાવડાના MLA જીજ્ઞેશભાઈ સેવકે, ખાનપુર તાલુકાના લીંબડીયા ગામના પંડ્યા અંકુરકુમાર વિનોદભાઈ ફિલિપાઈન્સમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે નાયબ મુખ્ય મંત્રીને પત્ર લખી રૂબરૂ મુલાકાત કરી ખાસ વિમાન મોકલવાની પરવાનગી લઈ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને પરત લાવવા માટે રજુઆત કરી છે.

કાંકણપુર ખાતે ભરાતું હાટબજાર બંધ રાખવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીનો નિર્ણય

ગોધરા | વિશ્વભરમાં ફેલાયેલ નોવેલ કોરોના વાયરસના ચેપના પગલે અગમચેતીના પગલારૂપે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી દ્વારા કાંકણપુર ખાતે દર રવિવારે લાગતું હાટ બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધી એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટીના સેક્રેટરીની એક અખબારીયાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કોરોના સામે બચાવના પગલા સૂચવતી માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. ખૂબ જ ઝ઼ડપથી ફેલાતા આ વાયરસથી સલામતીના હેતુથી નવીન નિર્ણય અને સૂચના ન થાય ત્યાં સુધી આ હાટ બજાર બંધ રહેશે, જેની નોંધ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીના મુખ્યયાર્ડ, ગોધરા, સબયાર્ડ કાંકણપુર, ટીમ્બા રોડ (ગોઠડા), સિંદૂરીમાતા શાકભાજી યાર્ડ ખાતે કામ કરતા તમામ વેપારી, કમિશન એજન્ટ, ખેડૂતો તેમજ સ્થાનિક ગ્રામજનોને લેવા જણાવાયું છે.

પંચમહાલમાં 4થી વધુ વ્યક્તિઓના એકત્રિત થવા, સભા ભરવા, સરઘસ કાઢવા પર પ્રતિબંધ

ગોધરા |પંચમહાલ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મહેન્દ્ર એલ. નલવાયા (જી.એ.એસ.) દ્વારા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી સિવાય 4થી વધુ વ્યક્તિઓના એકત્રિત થવા ઉપર, સભા ભરવા ઉપર અને સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મૂકતો જાહેર હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમ જિલ્લામાં તા. 21/03/2020 થી તા. 04/04/202 (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે. આ જાહેર હુકમ ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને, લગ્નના વરઘોડાને, સરકારી નોકરી કે રોજગારમાં હોય તેવી વ્યક્તિને તેમજ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહિ. હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ મુજબ શિક્ષાને પાત્ર થશે.

સરપંચ, ડે.સરપંચની અધ્યક્ષતામાં વેપારીઓ સાથે બેઠક યોજાઇ

ભાસ્કર ન્યૂઝ | હાલોલ

યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી 25 માર્ચ થી શરૂ થનાર ચૈત્રી નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવાની વકી છે. ત્યારે નવરાત્રીને લઇ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ સહિત અન્ય વિભાગના અધિકારી સાથેની બેઠક યોજાઇ હતી. જેમાં મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લું રખાશેની જાહેરાત બાદ આજે હાલોલ પ્રાંત આલોક ગૌતમ મામલતદાર એસ.એન.કટારા બીએલઓ જોશી સાથે પાવાગઢ માચી ડુંગર પર વસતા વેપારીઓ રહીશો સાથે બેઠક યોજી હતી અને કોરોના વાયરસ સામે અગમચેતીના ભાગરૂપે જરૂરી સૂચનો કર્યા હતા તો બીજી તરફ નવરાત્રી દરમિયાન દેશભરમાંથી લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવશેના વેપારીઓના ગણિતને લઇ વેપારીઓમાં છુપા ભયની લાગણી ફેલાતા વેપારીઓએ 22 માર્ચથી 31 માર્ચ સુધી સ્વૈચ્છિક બંધ પાડવાનું નક્કી કર્યાનું જાણવા મળેલ છે. જે અંગે બુધવારની મોડી સાંજે પાવાગઢ દૂધિયા તળાવ ખાતે સરપંચ, ડેપ્યુટી સરપંચની અધ્યક્ષતામાં સ્થાનિક વેપારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળેલ છે. આ લખાય છે ત્યારે વિશ્વનિય સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ પાવાગઢ મહાકાળી મંદિર પણ બંધ રખાશે તેવી જાહેરાત થવાની સંભાવના જોવા મળી રહી છે.

હોમ કોરોન્ટાઇન એટલે શું?

વિદેશથી આવનાર વ્યક્તિમાં વાયરસના કોઇ જ લક્ષણ ન હોય પરંતુ સામાન્ય ઉધરસ કે સળેખમ હોય તો તેની મેડિકલ તપાસ કરાશે. આ વ્યક્તિને દવાખાનામાં દાખલ નહીં કરાય બલકે આરોગ્ય વિભાગના કર્મચારી સતત 14 દિવસ સુધીતેમને તેમના ઘરે જ ઓબ્ઝર્વેશનમાં રાખશે. દરરોજ તેના ઘરે જઇને વિવિધ શારીરિક તપાસ કરીને તેની નોંધ કરશે. 14 દિવસની તપાસ બાદ સંતોષ થતાં તેમને ભયમુક્ત જાહેર કરાશે. આ પદ્ધતિને હોમ કોરોન્ટાઇન નામ આપવામાં આવ્યુ છે.


હાલોલ રેફરલમાં કોરોના વાઇરસને લઇ 10 પલંગનો ઈન્સ્ટોલેશન વોર્ડ ઊભો કરાયો

અગમચેતીના ભાગરૂપે હાલોલ રેફરલ હોસ્પિટલમાં 10 બેડનોઇન્સ્ટોલશન વોર્ડ ઉભો કરાયો છે. રૂમમાં ઓક્સિજન નેબ્યુલાઈઝર મેડીકેશનના સાધનો ઉપલબ્ધ કરાયા છે. જેમાં એક ડોક્ટર અને નસર્સિંગ સ્ટાફ ફરજ બજાવશે. રેફરલમાં સામાન્ય દિવસોમાં શરદી ખાસી તાવના 300 દર્દીની સંખ્યા હોય છે. જ્યારે એક સપ્તાહથી રોજ 500 ઉપરાંત દર્દીઓ આવતા ઓપીડી ઉભરાઈ રહી છે. હાલોલ બસસ્ટેન્ડમાં હજારોની સંખ્યામાં મુસાફરોની આવન જાવન છતાં તકેદારી અંગે કોઈ પગલાં ન ભરાતા મુસાફરોના સ્વાસ્થ્ય સામે પ્રશ્નોએ સ્થાન લીધું છે

રૈયોલીમાં આવેલો ડાયનાસોર ફોસીલ પાર્ક મ્યુઝિયમ 31 માર્ચ-2020 સુધી બંધ રહેશે

મહીસાગરના રૈયોલીના ડાયનાસોર ફોસીલ પાર્ક વિકાસ સોસાયટી અને બાલાસિનોર મામલતદાર દ્વારા જણાવવામાં અાવ્યું છે કે ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પરિપત્ર મુજબ રાજ્યમાં કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે તકેદારીના પગલા રૂપે તાત્કાલિક અસરથી રૈયોલી ખાતેનો ડાયનાસોર ફોસીલ પાર્ક મ્યુઝીયમ તા.18/03/2020થી તા.31/03/2020 સુધી બંધ રાખેલ છે અને જ્યાં સુધી સરકારની બીજી સૂચના ન મળે ત્યાં સુધી ડાયનાસોર ફોસીલ પાર્ક મ્યુઝીયમ રૈયોલી જાહેર સ્થળ બંધ રહેશે.

ઉમરાહ કરીને પરત ફરતા યાત્રાળુઅોનું સ્ક્રીનિંગ કરાશે

પંચમહાલ જિલ્લામાં સાઉદી અરેબીયા, કેન્યા, મલેશીયા, ચીન, યુઅેસઅે, કેનેડા, ઇન્ડોનેશીયા, લંડન, દુબઇ, અોસ્ટ્રેલીયા, ઇટલી, અબુધાબી, પાકિસ્તાન સહિત 17 દેશોમાંથી 62 લોકો અાવ્યા હતા. સાથે મક્કા, મદીનામાં ઉમરાહ કરવા ગયેલા પંચમહાલ જિલ્લાના યાત્રાળુંઅોનું લિસ્ટ તંત્ર દ્વારા મંગાવીને તેઅોને શોધીને તેમનું સ્ક્રીનિંગ કરવામાં અાવશે તેમ જણવા મળી રહ્યું છે.

દાહોદના જિલ્લા ન્યાયાલયમાં કોરોનાના સંભવિત ખતરાને ટાળવા સાવચેતીના પગલાં લેવાયા છે. જેમાં પક્ષકારોની તેમના કેસોની સુનાવણીમાં હાજરી મરજિયાત કરી દેવાઇ છે. પક્ષકારોની અનુપસ્થિતિને કારણે તેમના વિરુદ્ધ કોઇ ચૂકાદા ન આપવા, સમન્સ ન કાઢવા સહિતના નિર્ણયો લેવામાં આવ્યા છે. જિલ્લા ન્યાયધીશ આર. એમ. વોરાએ જણાવ્યું કે, કોર્ટના પ્રવેશદ્વાર ઉપર ટેમ્પરેચર ગન દ્વારા આગંતુકોના થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યા છે. ત્યાં જ એક ટેબલ ઉપર હેન્ડ સેનિટાઇઝેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિદ્યાર્થીને પરત લાવવા લુણાવાડા MLAની રજૂઆત

પાવાગઢ ડુંગર ખાતે 22થી 31 માર્ચ સુધી વેપારીઅો દુકાનો બંધ રાખશે

દાહોદની કોર્ટમાં માત્ર તાકીદના કેસોની સુનાવણી કરવામાં આવશે

દુબઇથી આવેલી દાહોદની વ્યક્તિના સેમ્પલ મોકલતાં રિપોર્ટ નેગેટિવ આવ્યો

વિદેશથી પરત ફરેલી પંચમહાલની વ્યક્તિઓનું 28 દિવસ સુધી સર્વેલન્સ

કોરોના ઇફેક્ટકોરોના સંક્રમણને રોકવા વહીવટી તંત્રના ઉધામા

પંચમહાલમાં 29 લોકોનું સર્વેલન્સ પૂર્ણ : દાહોદમાં 30 લોકોમાંથી 20 બિલકુલ સ્વસ્થ નીકળ્યા : 9ને સામાન્ય ઉધરસ-સળેખમ

ભાસ્કર ન્યૂઝ | દાહોદ

દાહોદ જિલ્લામાં કોરોનાના સંક્રમણને રોકવા માટે વહિવટી તંત્ર જાનજાગૃતિ સહિતની વિવિધ કામગીરીમાં જોતરાયું છે. ત્યારે જિલ્લામાં વિદેશથી આવેલા લોકો ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે. વિદેશથી આવેલા 30 લોકોને તપાસવામાં આવ્યા છે. જેમાં ઉધરસ અને સળેખમ વાળા 9 લોકોને તકેદારીના ભાગરૂપે હોમ કોરોન્ટાઇન હેઠળ રખાયા છે. સાથે દુબઇથી આવેલા એક વ્યક્તિને આઇસોલેશનવોર્ડમાં દાખલ કરીને તેના સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

કોરોના વાયરસ અસરગ્રસ્ત દેશોમાંથી દાહોદ જિલ્લામાં પરત આવનાર પ્રવાસીઓની યાદી રાજ્ય કક્ષાએથી વહિવટી તંત્રને મોકલવામાં આવી છે. આ યાદી મુજબ 30 લોકો વિદેશથી પરત ફર્યા હતાં. આવા યાદી મુજબના જિલ્લાના પ્રવાસીઓના ઘરે જઇને જિલ્લા આરોગ્ય તંત્રે મુલાકાત કરી તમામની પ્રાથમિક મેડિકલ તપાસ કરી હતી. તે પૈકીના એકમાં પણ કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાયા ન હતાં. 9 લોકો એવા હતાં જેમને સમાન્ય ઉધરસ અને સળેખમ જણાઇ હતી. જેથી હોમ કોરોન્ટાઇન હેઠળ રાખીને તેમનું સતત 14 દિવસ ફોલોઅપ કરાશે. વિદેશથી પરત ફરેલા લોકો પૈકીના 6 માર્ચના રોજ દુબઇથી આવેલા એક વ્યક્તિને વધુ ઉધરસ અને સળેખમ હોવાથી તેને તકેદારીના ભાગરૂપે ઝાયડસ સ્થિત આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો હતો. માત્ર સુરક્ષા ખાતર સેમ્પલ લઇને ટેસ્ટ માટે મોકલાયા હતા જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

રાજ્ય સરકારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા રાજ્યમાં ‘ધી ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન-2020’ લાગુ કર્યો છે. જેથી કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા દાહોદ જિલ્લાના મહેસુલી હદ વિસ્તારમાં તા. 29 માર્ચ સુધી સુચનાઓનો અમલ નાગરિકો અને સંસ્થાઓએ કરવા દાહોદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ.જે. દવેએ જણાવ્યુ છે. જેમાં જાહેર સ્થળોએ એકઠા થવું નહી, જિલ્લામાં હાટબજાર, સભા, સરઘસ, રેલી અને જાહેર મેળાઓનું આયોજન કરવું નહી અને મુલત્વી રાખવા, થિયેટરો, નાટ્ય ગૃહ, સ્નાનાગર બંઘ રાખવા, જાહેર સ્થળોએ થુંકવુ નહી કે શૌચક્રિયા કરવી નહી, સ્વચ્છતા જાળવવી, બસસ્ટેશન અને રેલ્વે સ્ટેશને સ્વચ્છતા જાળવવી, પોતાના બાળકોને મોકલવા નહી, મોટી સંખ્યામાં લોકો એકત્ર થવા સંભવ હોય તેવા સામાજિક, ધાર્મિક મેળાવડા શકય હોય તો ટાળવા, કોરોના વાયરસના લક્ષણ જણાય તો સત્વરે હોસ્પીટલ કે વહિવટી તંત્રને જાણ કરવી. જિલ્લા વહિવટી તંત્રને સહયોગ આપવા જણાવવામાં આવ્યું છે.

_photocaption_} મકસુદ મલિક*photocaption*

_photocaption_} મકસુદ મલિક*photocaption*
અન્ય સમાચારો પણ છે...