તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયરાની મૃતક યુવતીને ન્યાય અપાવવા સાણંદમાં અનુસુચિત જાતિના લોકોએ કેન્ડલ માર્ચ યોજી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસાના સાયરા ગામમાં અનુ.જાતિની દીકરીનું અપહરણ કરી સામુહિક દુષ્કર્મ બાદ હત્યા કરી નાખ્યાની ઘટનાના વિરોધમાં સાણંદ અને તાલુકા અનુ.જાતિના લોકોએ પીડિતાને શ્રદ્ધાંજલિ આપવા રેલી કાઢી કેન્ડલ માર્ચ યોજીને દોષિતોને કડક સજા માટે માગ કરી હતી. તાજેતરમાં મોડાસા તાલુકાના સાયરા ગામમાં અનુ.જાતિની દીકરીને સરાજાહેરમાં નરાધમોએ અપહરણ કરી ચાર થી પાંચ દિવસ ગોંધી રાખી અને સામુહિક દુષ્કર્મ બાદ હત્યા કરી લાશને ઝાડ ઉપર લટકાવી દેવામાં આવી હતી. તેમજ પોલીસ તંત્ર દ્વારા દીકરીના માતા પિતાની ફરિયાદ પણ નોંધવામાં વિલંબ કર્યો હતો. જે ઘટનાને સાણંદ અનુસુચિત જાતિના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. શુક્રવારે સાંજે ૬ કલાકે સાણંદ અને તાલુકાના અનુસુચિત જાતિના લોકોએ કેન્ડલ માર્ચ કિલ્લોલ સોસાયટી થી બસ સ્ટેશન નજીક આવેલ ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રેલી યોજી પીડિતાને શ્રધાંજલિ આપી હતી. દોષિતોને ફાંસીની સજા માટે માંગ કરી હતી. પીડિતાને ન્યાય મળે તે માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાણંદ અને તાલુકાના અનુસુચિત જાતિના લોકો સહીત મહિલાઓ જોડાઈ હતી. - તસવીર : જિજ્ઞેશ સોમાણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો