તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાવળામાં SBIના મેનેજરને ગ્લાસ મારી જાનથી મારી નાંખવાની ધમકી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાવળા એસ.બી.આઈ.બેંકનાં મેનેજરને તમે કેમ મારી પાસ બુકમાં એન્ટ્રી પાડી દેતો નથી તેમ કહીને ઉશ્કેરાઇ જઇને માથાંના પાછળના ભાગે કાચનો ગ્લાસ છૂટો મારીને ઇજા પહોંચાડીને ભાઇ-બહેન એ એટ્રોસીટી તથા રેપ કેસમાં ભરાવી દેવાની ધમકીઓ આપી ગાળો બોલી બંને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં મેનેજરે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદનાં જોધપુરમાં રહેતાં વિવેકભાઇ ગોપાલદાસ ચોરાસી બાવળા એસ.બી.આઈ.બેન્કમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમણે બાવળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે બપોરે મારી ચેમ્બરમાં હાજર હતો તે સમયે એક વ્યકિત અમારી બેન્કનાં માણસો સાથે બેન્ક પાસબુકમાં એન્ટ્રી કરવા બાબતે બોલાચાલી કરતો હોવાથી હું ચેમ્બરમાંથી બહાર આવતાં તથા મારા સ્ટાફના માણસોએ તેને સમજાવતાં હતાં કે તમારું ખાતુ અમારી બ્રાન્ચમાં નથી. જેથી તમો તમારા પાસબુક પાછળ બારકોડ નંબર તમારી હોમ બ્રાન્ચમાં જઇ એક વખત લગાવી લો પછી મારી બ્રાન્ચની બહાર લાગેલા પાસબુક પ્રીન્ટ૨ મશીનમાં તમે એન્ટ્રી કરાવી શકશો. તેમ કહેતા તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને કહેવા લાગ્યો કે તમે બધા અમારા નોકર છો બાદ સાંજના ચારેક વાગ્યે ફરીથી એક સ્ત્રીને સાથે લઇને આવ્યો હતો અને ફરીથી બોલાચાલી કરી કહેવા લાગેલા કે મારી પાસબુકમાં એન્ટ્રી તો પાડી દેવી જ પડશે. હું તથા મારી બેન્કના આર.એ.સી.સી મેનેજર અભિનવર્સિગ મારી ચેમ્બરમાં હતા. તે વખતે આ બંને ચેમ્બરમાં આવ્યા અને મારી સાથે બોલાચાલી કરી હુ કઇ સમજુ તે પહેલા વ્યકિત ટેબલ ઉપર પડેલા પેપર વેઇટ તથા કાચનો ગ્લIસ લઈ છૂટ્ટો મારતાં માથાના પાછળના ભાગે વાગતાં લોહી નિકળવા લાગ્યું હતું. આ વખતે તેની સાથેની સ્ત્રીએ કહ્યું કે હું તને એટ્રોસીટીના તથા બળાત્કાર જેવા ખોટા કેસમાં ફસાવી દઇશ તેવી ધમકી આપીને જાનથી માંરી નાખવાની ધમકીઓ આપતા બેન્કના સ્ટાફના માણસો દોડી આવ્યા હતાં અને સીકયુરીટી ગાર્ડ એ બેંકનો દરવાજો બંધ કરી દિધો હતો. આ બંનેનુ નામ પૂછતાં તેમણે પોતાનું નામ અરૂણભાઇ મનુભાઇ રાઠોડ અને રેણુકાબેન મનુભાઇ રાઠોડ, રહેવાસી, ધનવાડા તા.બાવળાની હોવાનું જણાવ્યું હતું અને બાવળા પોલીસ સ્ટેશને જાણ કરતાં બાવળા પોલીસ આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો