તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવલી અને ડેસર તાલુકાના 3 પોલીસ મથકોમાં ઝડપાયેલ દારૂનો નાશ કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાવલી અને ડેસર તાલુકાના 3 પોલીસ મથકો દ્વારા વરસ દરમિયાન ઝડપેલો વિદેશી દારૂનો જથ્થો બોટલ નંગ 27,711 મળી કુલ રૂપિયા 67,92960/-નો મુદ્દામાલ પર રોલર ફેરવીને તંત્રની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો.

આજરોજ સાવલી-હાલોલ રોડ પર નિર્જન જગ્યા પર ડેસર, સાવલી અને ભાદરવા પોલીસ મથકની હદમાં સ્થાનિક પોલીસ અને જિલ્લા તેમજ રાજ્યની અન્ય એજન્સીઓ દ્વારા વાહન ચેકિંગ બાતમીના આધારે અને બુટલેગરોના ત્યાં સર્ચ ઓપરેશન કરીને વિતેલા વરસ દરમિયાન કરોડો રૂપીયાના વાહનો અને દારૂને ઝડપીને સીઝ કર્યા હતા. જ્યારે બુટલેગરોને જેલભેગા કર્યા છે તેવામાં સમગ્ર વર્ષ દરમિયાન રેડ દ્વારા દારૂ ઝડપીને સીઝ કર્યો હતો. જેમં ત્રણેય પોલીસ મથકમાં મુદ્દામાલથી રૂમ ભરાઇ જતા પોલીસ વિભાગ દ્વારા જરૂરી કાયદાકિય પ્રક્રિયા પૂર્ણ કરીને આજરોજ તમામ દારૂની બોટલો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી.

સાવલી હાલોલ રોડ પર આવેલા પડતર જગ્યામાં સાવલી પોલીસ મથકની બોટલ નંગ 18496 નંગ રૂપિયા 30,78,416ની, (2) ડેસર પોલીસ મથક 3113 નંગ બોટલ રૂા.5,97,254ની, (3) ભાદરવા પોલીસ મથકની 10082 નંગ બોટલ રૂપિયા 31,15,290/-નો મુદ્દામાલ મળી કુલ 27711 નંગ બોટલો કુલ 67,92,960નો મુદ્દામાલ પોલીસ અધિકારીઓ અને પ્રાંત અોફિસર એસ.જે. પંડ્યાની રૂબરૂ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...