સાણંદમાં સત્વ વાનગી મેળો યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાણંદ ભાસ્કર | સાણંદ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા બાળકોમાં સમરસતાનો ગુણ કેળવાય તે હેતુસર ‘સત્વ’ – વિસરાતી જતી વાનગીઓનો મેળો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ શીરો, સુખડી, ખીર, દૂધપાક, લાડવા, લાપસી, ઢેબરા, બાજરીનો રોટલો વગેરે જેવી અનેક વાનગીઓ ઘરેથી બનાવીને લાવ્યા હતા જયારે શાળામાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોએ સમૂહભાવનાથી ચૂરમૂ બનાવ્યું હતું. શાળા પરિવારના તમામ સભ્યોએ ભારતીય વાનગીઓની સાથોસાથ ચૂરમાનો આનંદ માણ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...