શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સત્સંગી જીવન પંચાહ પારાયણનું આયોજન

Viramgam News - satsangi jeevan pancha parayan organized in shri swaminarayan temple 082110

DivyaBhaskar News Network

Nov 16, 2019, 08:21 AM IST
આચાર્ય 1008 કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજના શુભાશીર્વાદાત્મક આજ્ઞાથી સ્વામિનારાયણ મંદિર બહેનોનું વિરમગામ પંચ દશાબ્દી પાટોત્સવ નિમિત્તે શ્રીમદ સત્સંગી જીવન પંચાહ પારાયણનો સિધ્ધનાથ મહાદેવ મંદિર વિરમગામ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે.

શ્રીમદ સત્સંગી જીવન પંચાહ પારાયણન માં ુ શાસ્ત્રી હરિકૃષ્ણદાસજી સ્વામીએ કથારૂપે અમૃતનું રસપાન કરાવ્યું હતું. કથા દરમ્યાન મુળીના મહંત સ્વામી શ્યામસુંદરદાસજી, સોકલી ગુરુકુળના રઘુવીર સ્વામી, મોરબીના સ્વામી ભક્તિનંદનદાસજી, સાંખ્યયોગી આનંદીબા, સાંખ્યયોગી સુનિતા બા સહિત અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શ્રી સ્વામીનારાયણ સત્સંગ મંડળ વિરમગામના સત્સંગીઓ, નગરજનો સહિત મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો કથાનો લાભ લઇ રહ્યા છે. પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે વ્યક્તિનું જીવન કેવું હોવું જોઈએ તેનો આ શ્રીમદ સત્સંગીજીવન ગ્રંથ છે. દીકરો મૂડી છે અને તેના દીકરા વ્યાજ છે. જો મૂડીમાં ફેલ ગયા હોય તો વ્યાજને સત્સંગી અવશ્ય બનાવજો. બાળક નાનો હોય ત્યારથી જ સમજણથી શાંતિથી આત્મીયતાથી પૂજા કરાવશો તો તે અવશ્ય પૂજા કરશે. બાળકોને નાનપણથી જ સંસ્કાર આપવા, મંદિરે લઈ જવા, પૂજાપાઠ કરાવવા જોઈએ. બાળક મોટો થઈને સંત થાય, કોઈનો ઉદ્ધાર કરે તેવા સંસ્કાર આપવા જોઈએ. માનવીએ મક્કમ નિર્ણય કરવો જોઈએ.

કથામાં મોટી સંખ્યામાં શ્રોતા જોડાયા હતા. તસવીર જયદીપ પાઠક

X
Viramgam News - satsangi jeevan pancha parayan organized in shri swaminarayan temple 082110

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી