તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાદરાના ઘાયજ રોડ પર આવેલી અદિતિ સાયન્સ સ્કૂલ દ્વારા સપ્તધરા સાંસ્કૃતિક કાર્યક્રમ-2020નું આયોજન કરવામાં આવ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાદરા|પાદરાના ઘાયજ રોડ પર આવેલી અદિતિ સાયન્સ સ્કૂલ દ્વારા સપ્તધરા સાંસ્કૃતિક કાર્યક્રમ 2020નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિઠ્ઠલભાઈ ઈશ્વરભાઈ પટેલ ઉર્ફે બાપુસાહેબ અતિથિ વિશેષ નવીનભાઈ આર ગોસ્વામી પઢીયાર કેસરી અભેસિંહ રાજેશભાઈ અમીન પટેલ સુનિલભાઈ નાગજીભાઈ આશિષભાઈ આર પટેલ પટેલ નરેન્દ્રકુમાર નાગિનભાઈ જીગ્નેશભાઈ પટેલ સહિત સ્કૂલના ટ્રસ્ટીઓ સંચાલકો અને સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ પૂર્વ વિદ્યાર્થીઓ સહિત વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સંતો દ્વારા પણ અદિતિ સાયન્સ સ્કૂલને આશીર્વચન આપવામાં આવ્યા હતા. સ્કૂલના વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાનામાં છુપાયેલી શક્તિઓનું સ્ટેજ પર ડાન્સ કરી પર્ફોર્મન્સ બતાવ્યું હતું. સ્કૂલના અલગ અલગ ક્લાસ વિભાગ દ્વારા અલગ-અલગ પ્રકારના કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન બેટી બચાવો વ્યસન છોડો મોબાઈલનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો તેમજ રેપની ઘટનાઓ બંધ થાય તે માટે દીકરીઓ પોતે તૈયાર થાય તેવા સરકાર પ્રયત્ન કરે જેવા તમામ મેસેજ આ જાહેર મંચના ડાન્સ પરથી લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષકો બાળકો અતિથિવિશેષ અને વાલીઓ સહિત ત્રણ હજારથી પણ વધુ લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. અદિતિ સ્કૂલના સર નરેન્દ્ર જાદવના જણાવ્યાનુસાર સ્કૂલના વિદ્યાર્થીઓ માટે અદિતિ સાયન્સ સ્કૂલ સતત પરિશ્રમ કરી રહી છે અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ હાલની ચાલુના બેચના વિદ્યાર્થીઓ પણ અદિતિ સાયન્સ સ્કૂલમાંથી પોતાની નવી ઓળખ લઈને જાય અને અદિતિ સ્કૂલનો નામ રોશન કરે તેવા જ પ્રયત્નો સ્કૂલ દ્વારા સતત કરવામાં આવ્યા છે.

ડભોઇ તાલુકાના ભીલાપુર ખાતે આત્મીય યુવા સંગઠન સંસ્થા દ્વારા વ્યક્તિ વિશેષને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં
ડભોઇ| ડભોઇ તાલુકા ના ભીલાપુર પાસેના ફાર્મ હાઉસ મા રાષ્ટ્રીય યુવા દિન નિમીત્તે આત્મીય યુવા સંગઠણ નામની સામાજીક સંસ્થા ના પ્રણેતા કિશેરભાઇ પાટણવાડીયા ધ્વારા વ્યક્તિ વિશેષ સન્માન નો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.જેમા રાજકીય,સામાજીક ક્ષેત્રે તેમજ સાંસ્કૃતિક અને પત્રકારત્વ ની સેવામા કાર્યરત વ્યક્તિઓ નુ પ્રમાણપત્ર આપી સન્માન કરાયુ હતુ.આત્મીય યુવા સંગઠણ નામની સંસ્થા ધ્વારા અપાયેલ સન્માન ને ઉપસ્થિતો એ વધાવી સંગઠણ ની કામગીરી ની પરંશા કરી હતી.આત્મીય યુવા સંગઠણ નામની સંસ્થા સામાજીક સેવા મા ‘માઁ-બાપ ને ભુલશો નહી’નામ ના બેનર હેઠળ ભજન ના કાર્યક્રમો કરી ગામેગામ માતા પિતાની સેવા ની ધુણી ધખાવી રહેલ છે.તેમજ બ્લડ ડોનેશન કેમ્પ સહીત ધાર્મિક સમાજીક સેવાઓ ના કાર્યો કરી સમાજ મા પોતાના સંગઠણ ની ઓળખ ઉભી કરવામા સફળતા હાંસલ કરેલ છે.ત્યારે કાર્યક્રમ મા સ્વામી નારાયણ પંથ ના સાધુ,સંતો, સહીત ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા હાજર રહી સેવાકાર્યો કરનારા વ્યક્તિ વિશેષ ને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

છોટાઉદેપુર એસ એન કોલેજમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
છોટાઉદેપુર- છોટાઉદેપુર એસ એન કોલેજમાં સ્વામી વિવેકાનંદ ની 157 જન્મ જયંતિ નિમિતે વકૃતવ સ્પર્ધા. નિબંધ સ્પર્ધા. દેશભક્તિ ગીત સ્પર્ધા. પુસ્તક પ્રદર્શન .તથા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક વિદ્યાર્થીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. વકૃતવ સ્પર્ધામાં પ્રથમ નંબરે રાઠવા ખુલસિંગ ડી વિજય થયા હતા. નિબંધ સ્પર્ધામાં દરજી કૃપા એન અને ચિત્ર સ્પર્ધામાં સોમરા નાવેદર વિજય થયા હતા કાર્યક્રમના આયોજનમાં સમગ્ર સ્ટાફે રસ દાખવ્યો હતો. તેમજ નટવારસિંહજી કોલેજ છોટાઉદેપુર ખાતે મેહદી સ્પર્ધા તથા ફિશ પોન્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કોલેજ ખાતે તા 10/1/20 ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમો અંતર્ગત મેહદી સ્પર્ધા તથા ફિશ પોન્ડના કાર્યક્રમનું આયોજન થયેલ હતું આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મેહદી સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે બી એસ સી સેમ 6 ની વિદ્યાર્થીની શિફા સઈદા મકરાણી વિજેતા ઘોષિત થયા હતા.

ફોટો::: એસ એન કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદની 157 મી જન્મ જયંતિ નિમિતે કાર્યક્રમ

બોડેલી બીઆરસી ભવન મુકામે દિવ્યાંગ બાળકોને જરૂરીયાત મુજબના સાધનોનું વિતરણ કરાયું
સમગ્ર શિક્ષા અભિયાન તરફથી સંખેડા,બોડેલી અને પાવીજેતપુર તાલુકાનાં શાળામાં ભણતા દિવ્યાંગ બાળકો માટે તારીખ 16/08/2019 ના રોજ ડોક્ટર દ્વારા ચેકઅપ કેમ્પમાં દિવ્યાંગો બાળકોને ચેકઅપ કરી કયા સાધનોની જરુરીયાત છે .તેવી ચકાસણી કરી તારીખ 11/01/2020 ના રોજ બોડેલી બી.આર.સી. ભવન મુકામે દિવ્યાંગ બાળકોને તેમની જરુરીયાત મુજબના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ દિવ્યાંગ બાળકો ને સાધન સહાયની ફાળવણી કરતાં વાલીઓ દ્વારા રાજય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

અંકલેશ્વર ખાતે બ્રહ્મ સમાજનું વાર્ષિક સંમેલન યોજાયું
અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ મોદી સમાજની વાડી ખાતે રવિવારે બ્રહ્મ સમાજ નું વાર્ષિક સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં સવારથી સાંજ દરમિયાન વિષ્ણુ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે સજોદના કથાકાર વિનોદ ભટ્ટ, બ્રહ્મ સમાજના અંકલેશ્વરના અગ્રણી હરીશ જોષી, રેણુકાબેન રાવલ, ભુપેન્દ્ર જાની, કૌશલ ગોસ્વામી ઉપરાંત સિદ્ધરુદ્ર બ્રાહ્મણ સમાજના પ્રમુખ મહેશભાઈ પટેલ તેમજ બરોડા બ્રહ્મસમાજના પ્રમુખ ઈશ્વરભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા સુરતની સુમુલ ડેરીના ચેરમેન રાજુભાઇ પાઠકે શુભેચ્છા સંદેશ મારફત સમાજને અભિનંદન પાઠવ્યા હતા. સંમેલનમાં રેણુકાબેન રાવલે પોતાના તરફથી સમાજની પાંચ વિધવા બહેનોને દર મહિને 500 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. તેમના આ પ્રશંસનીય કાર્યને આગેવાનોએ વધાવી લીધું હતું.

વડોદરા મંગળવાર, 14 જાન્યુઆરી, 2020
ઝોઝ ખાતે આવેલ એસ જી પટેલ વિદ્યાલયમાં વકૃતવ સ્પર્ધા યોજાઈ
છોટાઉદેપુર- છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ગામે આવેલ એસ જી પટેલ ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓમાં નીડરતા સંયમ અને સ્વયં શિસ્ત જેવા ગુણો કેળવાય એ હેતુથી સ્વામીવિવેકાનંદ જન્મ જયંતીના ઉપલક્ષમાં એક વકૃતવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના 28 વિદ્યાર્થી ભાઈઓ બહેનો એ ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો આ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરે આવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્યે વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદ ના જીવન વિશે માહિતગાર કર્યા હતા. અને સ્પર્ધામાં ભાગ લેવા બદલ સૌ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા.

ઠીકરીયામાં શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિતરણ કરાયું
ભરૂચ તાલુકાના ઠીકરીયા ગામે આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને પિતાનું સ્વપ્ન હોય 36 જેટલા બાળકોને યુનિફોર્મનું વિતરણ ઓબીસી સમર્થન સમિતિના જગદીશ.વી. પાટણવાડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમના પિતા મયુર પાટણવાડીયા શિક્ષક હતા અને તેમનું 81 વર્ષની આયુએ થયેલા અવસાન બાદ તેમની ઉંમર જેટલા વૃક્ષો વાવવાનો સંકલ્પ પણ તેઓ દ્વારા પૂરો કરવામાં આવ્યો છે. તેમની ઈચ્છા પ્રમાણે તા. 13 જાન્યુઆરીને સોમવારના રોજ ઠીકરીયા પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે આવતા તમામ વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.

| 2
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો