તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંખેડા તાલુકાની 177 પ્રા. શાળાઓને ગ્રાન્ટનો 25 ટકાનો હપ્તો ચૂકવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા તાલુકાની 177 પ્રાથમિક શાળાઓને સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત મળવાપાત્ર ગ્રાંટનો 25 ટકાનો હપ્તો નહીં ચુકવાયો હોવાના સમાચાર દિવ્ય ભાસ્કર દૈનિકમાં તા.11મી એપ્રિલના રોજ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું અને ગ્રાંટનો 25 ટકાનો હપ્તો શાળાઓને ચૂકવી આપ્યો.

સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને રાખીને ગ્રાન્ટ ચૂકવવાની છે. ગાઈડલાઈન મુજબ 1 થી 15 સુધી વિદ્યાર્થીઓની સંખ્યા હોઇ તો 10000 રૂપિયા, 16 થી 100 સુધીના વિદ્યાર્થીઓ હોય તો 25000 રૂપિયા, 100 થી 250 સુધી વિદ્યાર્થીઓ હોય તો 50000 રૂપિયા, 250 થી 1000 સુધીની સંખ્યા હોય તો 75000 રૂપિયા અને 1000થી વધુ વિદ્યાર્થીઓ હોય તો 100000 મુજબ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.આ ગ્રાન્ટમાંથી શાળા માટે જરૂરી વીજળી ખર્ચ, ઈન્ટરનેટ, પાણી, શાળાનું મકાન, શૌચાલય વિગેરેની જાળવણી તેમજ મરામત સહિત ગાઈડલાઈન મુજબ શાળાએ ખર્ચ કરવાનો હોય છે. નાણાકીય વર્ષ 2018-19માં સપ્ટેમ્બરમાં નિયત ગ્રાન્ટના 50 ટકા તેમજ જાન્યુઆરી મહિનામાં 25 ટકા ગ્રાન્ટ શાળાઓને ચૂકવાઈ હતી.

પણ આ ગ્રાન્ટનો છેલ્લો 25 ટકાનો હપતો હજી સુધી ચૂકવવાનો બાકી હતો. નાણાકીય વર્ષ 31મી ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...