સાણંદની આર.બી.પટેલ કોલેજનું પરિણામ જાહેર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં માર્ચ 2019માં યોજાયેલી પરીક્ષાઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં સાણંદની શ્રીમતિ રમીલાબેન બચુભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનું ટી.વાય.બી.એ.નું 77 % અને ટી.વાય.બી.કોમનું 74 % પરિણામ આવ્યું છે. આર્ટ્સમાં 8 વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગ, 38 વિદ્યાર્થીઓ દ્વિતિય વર્ગ અને 55 વિદ્યાર્થીઓ ત્રૃતિય વર્ગ સાથે ઉત્તીર્ણ થયા છે. જ્યારે કોમર્સમાં 11 વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગ, 29 વિદ્યાર્થીઓ દ્વિતિય વર્ગ અને 25 વિદ્યાર્થીઓ ત્રૃતિય વર્ગ સાથે ઉત્તીર્ણ થયા છે. પરિણામ બદલ પ્રિન્સીપાલ ડો.રાજન ચૌહાણ અને કોલેજ પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...