તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદના વિરોચનનગરમાં જુગાર રમતા 2 જેલ હવાલે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ જિલ્લા એલસીબી ટીમે મંગળવારે સાંજે સાણંદના વિરોચનનગર ગામ મેઈન બજારમાં વરલી મટકાનો જુગાર રમી રહેલા 2 ઈસમોને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

એલસીબી ટીમને બાતમી મળી હતી કે ઐયુબખાન નજીરખાન પઠાણ નામનો શખ્સ નાનો ભાડૂતી માણસો રોકી વિરોચનનગર ગામે મેઈન બજારમાં રહેનુમા સિકદંર રેફ્રીજેશન દુકાનની બાજુમાં આવેલા જુના બિનવારસી ખંડેર મકાન પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમી રમાડે છે. જે બાતમીના આધારે મંગળવારે બપોરે 2 વાગ્યે જીલ્લા એલ.સી.બી ટીમે સાણંદ તાલુકાના વિરોચનનગર ખાતે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા ઐયુબખાન નજીરખાન પઠાણ રહે.વિરોચનનગર, કમજીવાસ, તા.સાણંદ અને મહેબુબશા ગાંડાશા ફકીર રહે.વિરોચનનગર, ઉમરશાપીરની દરગાહ, તા.સાણંદ નાઓની રેડ દરમ્યાન રોકડ 6450 સહિતના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે ગત ૯ જાન્યુઆરીના રોજ અમદાવાદ જીલ્લા એલ.સી.બી ટીમે વિરોચનગર ગામે ઉપરોક્ત જગ્યાએ રેડ પાડતા ૨ આરોપીઓને ઝડપીને ૪૪૮૨/-નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો