સાણંદ નીલકંઠ સ્કૂલના વિદ્યાર્થીનું રાજકોટમાં સન્માન કરવામાં આવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાણંદ ભાસ્કર | રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા વિદ્યાર્થીના ચારિત્ર્ય નિર્માણના ઉદ્દેશથી યોજાયેલ દશમી રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ ક્વિઝ સ્પર્ધા 2019– 20 યોજાઈ હતી. જેમાં નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલ, સાણંદનો વિદ્યાર્થી ભવ્યરાજસિંહ સુખદેવસિંહ વાઘેલા શાળાકક્ષાએ, તાલુકાકક્ષાએ પ્રથમ સ્થાન મેળવી જિલ્લા સ્તરીય સ્પર્ધામાં ભાગ લઇ દ્વિતીય નંબર મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે. ભવ્યરાજનું સ્વામી નિખિલેશ્વરાનંદજીના હસ્તે ઇનામ, પુસ્તકો આપી પ્રોત્સાહિત કરાયો હતો. સંસ્થાના પ્રમુખ સાગરસિંહ વાઘેલા, પ્રધાનઆચાર્ય ડૉ.મનિષભાઈ દેત્રોજાએ અભિનંદન પાઠવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...