Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાણંદ પાલિકાએ વેરા બાકીદારોના નામો જાહેર રોડના બોર્ડ પર લગાવ્યા
સેટેલાઈટ સીટી ગણાતા સાણંદ શહેરમાં ટેક્ષ બાકીદારો સામે પાલિકાએ બાંયો ચડાવી છે. સાણંદ નગરપાલિકાએ મોટા ટેક્ષ બાકીદારોની નામ, સરનામાં અને બાકી ટેક્ષની રકમ સાથે સાણંદમાં વિવિધ વિસ્તારમાં જાહેર સ્થળો ઉપર હોર્ડિંગ લગાવતા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે. તેમજ દિવસભર સાણંદમાં આ કાર્યવાહી ટોક ઓફ ધ ટાઉન બની હતી.
પાલિકા પાસેથી સત્તાવાર મળતી માહિતી અનુસાર સાણંદ નગર પાલિકાના વિવિધ વોર્ડના મોટા ટેક્ષ બાકીકારોની યાદી નામ, સરનામાં તેમજ ટેક્ષ બાકી સાથે દરેક વોર્ડ મુજબ સાણંદના બસ સ્ટેન્ડ પાસે, નાળાની ભાગોળ, ઘોડાગાડી સ્ટેન્ડ, કાણેટી પાંચ રસ્તા, જૂની મામલતદાર કચેરી પાસેના વિસ્તારોમાં જાહેરમાં હોર્ડિંગમાં લગાવી છે.પાલિકાએ અગાઉ બાકી ટેક્ષ દારોને નોટીસ આપી હતી. તેમજ 10 દિવસમાં બાકી ટેક્ષની ભરપાઈ નહીં કરવામાં આવે તો નગરપાલિકા આગામી દિવસોમાં પાણી કનેક્શન કાપી, મિલકત ટાંચ, જપ્તી સહીતની કાર્યવાહી કરશે તો નવાઈ નહીં. સાણંદ નગરપાલિકાનો કુલ 6 કરોડ 18 લાખ ટેક્ષ સામે 3 કરોડ 67 લાખ જેટલો ટેક્ષ બાકી હોવાથી સાણંદ નગરપાલિકાએ કાર્યવાહી શરુ કરી છે. જેથી બાકીદારોમાં ફફડાટની લાગણી ફેલાઇ છે.
3.67 કરોડના ટેક્ષની બાકીદારો ચુકવણી કરતા જ નથી
_photocaption_{ જાહેરમાં હોર્ડિંગ્સ લગાવાયા છે. તસવીર જિજ્ઞેશ સોમાણી *photocaption*