સાણંદ શહેર ભાજપના હોદ્દેદારોની વરણી

Sanand News - sanand city announces bjp office bearers 073205

DivyaBhaskar News Network

Nov 17, 2019, 07:32 AM IST
ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જીલ્લા સંગઠન દ્વારા સાણંદ શહેર ભાજપના સંગઠનના આગામી સમય માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. સાણંદ શહેર ભાજપ પ્રમુખ તરીકે સંગઠનના પાયાના અને ઉત્સાહી કાર્યકર કમલેશભાઈ વ્યાસ, મહામંત્રી તરીકે ગત ટર્મથી અવિરત સક્રિય સેવાઓ આપનાર નરેન્દ્રસિંહ વાઘેલા તેમજ પાલિકા સદસ્ય નિખીલભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રદીપસિંહ વાઘેલા, પાલિકા પ્રમુખ રક્ષાબેન પરમાર, ઉપપ્રમુખ નટુભા પરમાર (લાયન) સહીત ભાજપનાં હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. સૌ કોઈએ નવનિયુક્ત હોદ્દેદારોને વધાવી હતી.

X
Sanand News - sanand city announces bjp office bearers 073205

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી