તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાલોદના બસ સ્ટેશન પાસેથી સગીરાનું અપહરણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંજેલી તાલુકાના આંતરિયાળ ગામમાંથી લગ્નના ઇરાદે 17 વષીય યુવકનું યુવકે અપહરણ કરતા પેાલીસે ફરીયાદ નોંધી હતી.

સંજેલી તાલુકાના ઢેઢીયા નાળુ ગામનો સતીષ રમણ રાવત તા.18 ડિસેમ્બરના રોજ ઝાલોદના બસ સ્ટેશન પાસેથી 17 વર્ષ અને 10 મહિનાની એક સગીરાનું પોતાની પત્ની તરીકે રાખવા માટે બળજબરીપૂર્વક અપહરણ કરી લીઇ ગયો હતો. કોઇ કામ અર્થે ગયેલી છોકરી મોડે સુધી ઘરે પરત નહી આવતાં પરિવારજનોએ શોધખોળ આદરી હતી. શોધખોળ દરમિયાન સંજેલીના ઢેઢીયા ગામનો સતીષ રમણ રાવત પત્ની તરીકે રાખવા માટે છોકરીનું અપહરણ કરી લઇ ગયો હોવાનું પિતાને જાણવા મળ્યું હતું. જેથી છોકરીના પિતાએ લીમડી પોલીસ મથકે સતીષ રાવત વિરૂદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો