તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાગારામા પાસેથી કારમાં હેરાફેરી કરાતો દારૂ-બિયર ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવગઢ બારિયા તાલુકાના કાળીડુંગરી ગામ તરફથી આવતી ઇક્કો ગાડીમાંથી હેરાફેરી કરાતો વિદેશી દારૂ પોલીસે બાતમી આધારે સાગારામા પાસે ઝડપી પાડ્યો હતો. ગાડીનો ડ્રાઇવર ગાડી મુકી ભાગી ગયો હતો. આ સંદર્ભે દેવગઢ બારિયા પોલીસે 1,78,200 રૂપિયાનો લાખના મુદ્દામાલ કબ્જે લઇ ગુનો નોંધ્યો છે.

દેવગઢ બારિયા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે કાળીડુંગરી ગામ તરફથી જીજે-20-એ-9758 નંબરની ઇક્કો ગાડી ઇગ્લીશ દારૂ ભરી સાગારામા ગામ તરફ અંદરના રસ્તે થઇ પસાર થવાની છે. પોલીસ સ્ટાફ ઉપરોક્ત બાતમીવાળી ગાડીની સાગરામા ગામમાં જતાં ત્રણ રસ્તા ઉપર વોચ રાખી ઉભી હતી. ત્યારે કાળીડુંગરી તરફથી બાતમી વાળી ગાડી આવતાં ચાલક પોલીસને જોઇ ગાડી સ્થળ પર મુકી ભાગી ગયો હતો. જ્યારે પોલીસે તલાસી લેતા ગાડીમાંથી ઇગ્લીશ દારૂ તથા બીયર ટીન મળી નાની મોટી 216 બોટલ જેની કિંમત 28,200 રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ સાથે 1,50,000 ઇકો ગાડી મળી કુલ 1,78,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ડ્રાઇવર વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...