Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાણંદમાં સાધના ફાઉન્ડેશનનું પક્ષી બચાવો અભિયાન
સાધના ફાઉન્ડેશન છેલ્લા અગિયાર વર્ષથી સાણંદ તથા તેની આસપાસના વિસ્તારમાં પર્યાવરણ અંગે જન જાગૃતિ લાવવા માટે પ્રયત્નશીલ છે. સાણંદએ નળ સરોવર અને થોળ પક્ષી અભ્યારણથી સૌથી નજીકનું શહેર છે. આ પરિસ્થિતિમાં સાણંદ તથા તેની આસપાસના વિસ્તારમાં “પક્ષી બચાવો અભિયાન” અંતર્ગત સાધના ફાઉન્ડેશન દ્વારા 600થી વધુ ઘાયલ પક્ષીઓને બચાવ્યા છે. આ કાર્યમાં સંસ્થાને સાણંદ પાંજરાપોળ અને વન વિભાગનું યોગદાન હંમેશા મળતું રહ્યું છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉતરાયણના તેહવાર સમયે ઘાયલ પક્ષીઓની સારવાર માટે સંસ્થાના 35 જેટલા સ્વયં સેવકો દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ વર્ષે સાધના ફાઉન્ડેશન દ્વારા વન વિભાગના વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ સેન્ટર, બોડકદેવની સાથે રહીને આ અભિયાન હાથ ધર્યું છે. સાધના ફાઉન્ડેશન દ્વારા પક્ષી બચાવો અભિયાન અંતર્ગત હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. હેલ્પલાઈન નંબર 94278 04879, 9537335232, 9737 282114 તથા 9157768188 રાખવામાં આવેલ છે. સાણંદ શહેર તથા તેની આસપાસના વિસ્તારમાં ઉતરાયણના તહેવાર દરમ્યાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે આ નંબર સંપર્ક કરવા અથવા સાણંદ પાંજરાપોળ ખાતે ઘાયલ પક્ષીને પોહચાડવાનું સંસ્થા દ્વારા જણાવાયું છે.