સાણંદ તાલુકાના તાજપુર ગામે કૃષિ પાકોના સંગ્રહ માટે ગ્રામીણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાણંદ તાલુકાના તાજપુર ગામે કૃષિ પાકોના સંગ્રહ માટે ગ્રામીણ ભંડારણ યોજના અંતર્ગત તાજપુર સેવા સહકારી મંડળી હસ્તકનું નવું તૈયાર કરાયેલ ગોડાઉન અમદાવાદ એડીસી બેંક ડીરેક્ટર અમરસંગભાઈ ચૌહાણ (સનાથલ) ના હસ્તે ગુરુવારે ખુલ્લું મુકાતા ગામના ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.

સાણંદ તાલુકાના તાજપુરગામે ગુરુવારે યોજાયેલ ગોડાઉન લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરિકે અમદાવાદ એડીસી બેન્કના ડીરેક્ટર અમરસંગભાઈ ચૌહાણ, સાણંદ એપીએમસી ચેરમેન ખેંગારભાઈ સોલંકી, તાજપુર સેવા મંડળીના ચેરમેન જેણાજી મકવાણા, સેક્રેટરી જયદીપસિંહ ડોડીયા સહીત સહકારી આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. ગોડાઉન ખુલ્લું મુકતા અમરસંગ ચૌહાણે જણાવ્યું હતું કે આ ગોડાઉનની કેપેસીટી 200 મેટ્રિક ટનની છે અને આ ગોડાઉનનો ઉપયોગ તાજપુરના ખેડૂતો વિનામૂલ્યે પોતાના પાકોનો સંગ્રહ કરવા માટે વિનામૂલ્યે આ ગોડાઉનનો ઉપયોગ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...