તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

R.T.E.ના ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દત તા. 25 કરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળા | રાજય સરકાર દ્વારા નબળા વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગના વિર્ધાર્થીઓને મફતમાં શિક્ષણ મળી રહે તે માટે ધોરણ-1માં પ્રવેશપાત્ર બાળકોને R.T.E. હેઠળ ઓનલાઇન ફોર્મ ભરવાનાં હોઈ છે. રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ હાલમાં નવા સત્રથી ધોરણ-1 માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ફી માં રાહત આપવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ હતી. ઘણાં ર્વિદ્યાર્થીઓ સરકારના આ લાભથી વંચિત રહી જાય તેવી પુરેપુરી સંભાવના છે.જેથી બાવળાનાં સામાજીક કાર્યકર મયુરધ્વજ ડાભીએ બાવળાનાં મામલતદાર એચ.એસ.ચોહણને આર.ટી.ઈ. હેઠળ ભરાનાર ફોમંની સમય મર્યાદામાં 30 દિવસનો વધારો કરવા લેખીતમાં રજુઆત કરવામાં આવી છે શિક્ષણ વિભાગ દ્રારા વિદ્યાર્થીઓનાં હિતાર્થે ઓનલાઈન ફોર્મ ભરવાની 25મી એપ્રિલને ગુરુવાર સુધી લંબાવવામાં આવી છે.ઓનલાઇન ફોર્મ રીસીંવીંગ સેન્ટર ઉપર જમા કરાવવાની છેલ્લી 26મી તારીખરાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...