રૂા. 25000ની લાંચ લેતા વાસ્મોનો કર્મી ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડાણા તાલુકાના તલવાડા ગ્રામ પંચાયતના તલાટી વતી મહીસાગર વાસ્મોનો કરાર આધારિત કર્મચારી ૨૫૦૦૦ની લાંચ લેતા લુણાવાડા બસ સ્ટેન્ડના ગેટ આગળ મહીસાગર એસીબીની ટીમ દ્વારા રંગેહાથ ઝડપાઇ ગયો હતો.

વાસાની કંપનીને તલવાડા પંચાયતમાં પીવીસીની પાણી ની પાઇપો આપવાનો વર્ક ઓડર મળેલ બિલ રૂ.૨૨,૧૩,૭૯૨નું થયેલ બિલનો પ્રથમ રૂ.૨૦,૦૦,૦૦૦નો ચેક ફરિયાદીને આપેલ અને તલાટીએ બાકીની રકમનો ચેક આપવા ૨૫,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ એ.સી.બી. મહીસાગર લુણાવાડામાં કરેલ ફરીયાદ આધારે છટકુ ગોઠવતા આરોપી મનહરસિંહ કનકસિંહ ચૌહાણ, ત.ક.મંત્રી તલવાડા ગ્રુપ ગ્રામ પંચાયત તા.કડાણા, હાલ રહે.બ્રહ્મણી સોસાયટી ઘર નં.૩૨ મગનભાઈ પ્રજાપતિના મકાનમાં બાલાસિનોર વતી ફરીયાદી પાસે લાંચના 25 હજારની માંગણી કરી આરોપી, કરાર આધારિત કર્મી યુવરાજસિંહ મોહનસિંહ ચૌહાણ, સ્યોશ્યલ મોબીલાઈઝર જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો લુણાવાડા જી. મહીસાગર, રહે. બેડવલ્લી તા. ખાનપુર જી. મહીસાગર લુણાવાડા બસ સ્ટેન્ડના ગેટ આગળ મહીસાગર એસીબીના ટ્રેપીંગ ટીમ દ્વારા લાંચ લેવામાં રંગેહાથ ઝડપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...