તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફતેપુરામાં કોરોના વાઇરસની ભીતિથી શનિવારી હાટ પર રોક

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાવાયરસને લઇને વિશ્વ આખામા હાહાકાર મચી જવા પામ્યો છે. આ વાયરસને લઇને દેશ દુનિયામા હજારો લોકોના મૃત્યુ થયાં છે. આવી પડેલ આપદાને લઇને ભારત સરકાર ગુજરાત સરકાર દ્વારા જરૂરી ગાઇડ લાઇનો જાહેર કરી પ્રજાને સાવચેત અને સતર્ક રહી કોરોના વાયરસથી બચવા જરુરી પગલા લેવા આદેશ કરાયા છે.

રાજ્યની શાળા મહાશાળો 29 માર્ચ સુધી સદંતર બંધ કરવા આદેશ કરાયો છે. દાહોદ કલેક્ટરે પણ બેઠક બોલાવી નીચલા સ્તરના અધિકારીઓ અને આરોગ્ય વિભાગને સર્તકતા દાખવી કામગીરી કરવાના આદેશ કરાયા છે. જેના ભાગરુપે ફતેપુરા પંચાયત દ્વારા પણ ફતેપુરામાં ભરાતા શનિવાર હાટ બજાર પર 30 માર્ચ સુધી હાટ ન ભરવા અને વધુ માત્રા લોકો એકત્ર ન થાય તેવા થતા કાર્યક્રમો પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે.

માઇક ફેરવી લોકોને જાણ કરાઇ

કોરોના વાયરસની લડત સામે પંચાયત દ્વારા નગરમાં સાફ સફાઈ કામગીરી સતત હાથ ધરી દવા છાંટવામાં આવી રહી છે. ફતેપુરા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સાથે મિટિંગ યોજી ફતેપુરામાં ભરાતા શનિવાર હાટ બજાર પર 30 માર્ચ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. માઇક ફેરવીને પણ લોકોને જાણ કરાઇ રહી છે. >કચરુભાઇ પ્રજાપતિ, સરપંચ ફતેપુરા
અન્ય સમાચારો પણ છે...