છોટાઉદેપુર જિલ્લાના તાલુકા મથકનું મુખ્ય ગામ સંખેડાને જોડતો માર્ગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર જિલ્લાના તાલુકા મથકનું મુખ્ય ગામ સંખેડાને જોડતો માર્ગ કે જે ડભોઇથી બોડેલી જતા ગોલાગામડીથી બહાદરપુરના માર્ગ પર ભયજનક વળાંકોથી વાહન ચાલકોમાં સતત અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે.

ગોલાગામડીથી બહાદરપુર વચ્ચે આવેલો વડલા વાળો વળાંક 80 અંશના ખૂણા વાળો વળાંક છે. ચોમાસામાં વળાંક પર ઝાડી-ઝાંખડા ઉઘી નીકળવાના કારણે સામસામે આવતા વાહનો દેખાતા પણ નથી. રસ્તાની બંને બાજુઓની સાઇડો પર યોગ્ય પુરાણ ન હોવાના કારણે સામેથી આવતા વાહનોને જોઈને સામે વાળાએ ફરજિયાત વાહન ઉભું કરી દેવું પડે છે. ગામડીથી બહાદરપુર વચ્ચે બે શાળાઓ વડગામ પ્રાથમિક શાળા તેમજ શ્રી દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલ આવેલી છે. 200થી વધુ બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે. ભૂતકાળમાં એસટીના અકસ્માતમાં બે વિદ્યાર્થીઓ ગંભીર ઘવાયા હતાં. માર્ગને પહોળો કરવામાં આવે તેમજ ઝાડી- ઝાંખડા કાપવામાં આવે માંગ લોકો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...